લગ્ન જીવનને આવી રીતે રાખો ખુશહાલ, વાસ્તુની આ પાંચ ટિપ્સ છે એકદમ અસરદાર

દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેનું દાંપત્ય જીવન ખુશહાલ રહે અને આખું જીવન જીવનસાથી સાથે ખુશીથી પસાર થાય. પરંતુ આજના બદલાતા સમયમાં દાંપત્ય જીવનને ખુશ રાખવું કોઈ પડકારથી ઓછું નથી હોતું. વિવાહિત જીવનમાં પરસ્પર તાલમેલનો અભાવ, શંકા, સમજણનો અભાવ વગેરે કારણે સંબંધોમાં વિખવાદ પેદા થાય છે. જે સુખી દામ્પત્ય જીવન માટે હાનિકારક હોય છે.

ત્યારે જાણી લો સુખી દામ્પત્ય જીવન માટે વાસ્તુની પાંચ ટિપ્સ. બેડરૂમમાં બારી: વાસ્તુશાસ્ત્ર અનુસાર વિવાહિત યુગલો માટે તેમના બેડરૂમમાં બારી હોવી જરૂરી છે. તેમના રૂમમાં સકારાત્મક ઉર્જા બરકરાર રહે છે. જેનાથી જીવનમાં ખુશીઓ આવે છે.

દર્પણ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં અરીસો લગાવવો યોગ્ય અને શુભ માનવામાં આવે છે. બેડરૂમમાં પૂર્વ દિશામાં અરીસો લગાવવાથી પતિ- પત્ની વચ્ચેના ભેદભાવનો અંત આવે છે. સાથે સાથે પરસ્પર પ્રેમ વધે છે.

લવબર્ડ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર લવબર્ડની તસવીર લગાવવી લગ્ન જીવન માટે સારું છે. તેનાથી એકબીજાના પ્રેમમાં વધુ મધુરતા આવે છે, તેથી તેને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.

ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ના રાખશો: બેડરૂમમાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. જે લગ્ન જીવન માટે સારું નથી હોતું. ઈલેક્ટ્રોનિક વસ્તુઓના કારણે થતા વાસ્તુ દોષો પરસ્પર સંબંધો પર નકારાત્મક અસર કરે છે.

કાંટાળા ફૂલ અથવા દેવી- દેવતાઓના ચિત્ર: બેડરૂમમાં સુકાઈ ગયેલા અથવા કાંટાવાળા ફૂલ ના રાખવા કારણ કે તેનાથી પતિ-પત્ની વચ્ચે તણાવ વધે છે. જે રૂમમાં પતિ- પત્ની રહેતા હોય ત્યાં દેવી- દેવતાઓની તસવીર ના લગાવવી જોઈએ.

આ સિવાય વહેતા પાણીની તસ્વીર લગાવવાથી પણ બચવું જોઈએ. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીત તેની પુષ્ટિ નથી કરતું.)