દરેક રસોઈ ઘરમાં મીઠું જરૂર મળી જાય છે. મીઠું ભોજનનો સ્વાદ વધારે છે. તેના વગર દરેક ભોજન અધૂરું રહી જાય છે પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિથી મીઠું એક મહત્વપૂર્ણ વસ્તુ છે. તેના કેટલાક ખાસ ઉપાય કરીને તમે તમારા જીવનની ઘણી સમસ્યાઓનું નિવાકરણ લાવી શકો છો. એક ચપટી મીઠું તમારું જીવન બદલી શકે છે. ચાલી જાણીએ મીઠાના કેટલાક ચમત્કારી ઉપાય.
જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય અને ઘરમાં અશાંતિ રહેતી હોય તો દરરોજ ઘરની સફાઈ માટે પાણીમાં એક ચપટી મીઠું ભેળવો. મીઠા વાળા પાણીની મદદથી ઘરની તમામ નકારાત્મકતા દૂર થશે. મીઠું નકારાત્મક ઉર્જા દૂર કરે છે. આ ઉપાયથી તમારા ઘરમાં સુખ- શાંતિ તો રહેશે જ પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે.
ઘરમાં સૌથી વધુ નકારાત્મક ઉર્જા બાથરૂમ અને ટોયલેટમાં હોય છે. અહીં સૌથી વધુ ગંદકી જોવા મળે છે. તેવી સ્થિતિમાં બાથરૂમની અંદર એક બાઉલમાં મીઠું રાખવું જોઈએ. તે મીઠું ત્યાંની દરેક નકારાત્મક ઊર્જાને શોષી લેશે. આ ઉપાયથી રાહુ દોષ પણ નબળો થાય છે. તે સાથે બાથરૂમમાં રહેલા માઇક્રોસ્કોપિક કીટાણુઓ પણ મરી જાય છે.
જો તમારા બાળકોને વારંવાર નજરદોષ થાય છે અને તે વારંવાર બીમાર રહેતા હોય છે તો આ ઉપાય તમારા કામનો છે. તમારે તેમના સ્નાન માટેના પાણીમાં એક ચપટી મીઠું ઉમેરવું જોઈએ. તેનાથી તેમને કોઈ ખરાબ નજર લાગશે નહી. તેની સાથે જ એલર્જી સંબંધિત બીમારીઓ પણ દૂર થશે.
જો તમે ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માંગો છો તો બેડરૂમ કે ડ્રોઈંગ રૂમમાં કાચના વાટકીમાં સીધું મીઠું નાખો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે. સકારાત્મક વાતાવરણ સર્જાશે. જણાવી દઈએ કે માં લક્ષ્મીજી પણ એવા ઘરમાં પ્રવેશવાનું પસંદ કરે છે જ્યાં સકારાત્મક ઉર્જા વધુ હોય.
જો તમને નોકરી ના મળી રહી હોય અથવા તેમાં કોઈ સમસ્યા હોય અથવા વ્યવસાયમાં કોઈ સમસ્યા હોય તો આ ઉપાયો કરો. તમારી હથેળી પર થોડું મીઠું લો હવે મુઠ્ઠી વડે તેને તમારા માથાથી પગ સુધી સાત વાર ફેરવો. પછી મીઠું ઘરની બહાર ફેંકી દો. આ ઉપાયથી તમારા મહત્વના કામમાં આવતી તમામ અડચણો દૂર થઈ જશે.
જો તમે તમારા ખરાબ ભાગ્યથી પરેશાન છો તો હંમેશા તમારા ખિસ્સામાં મીઠાના થોડા ટુકડા રાખો. તે દુર્ભાગ્ય તમને પાછળ છોડી દેશે. તમારું ભાગ્ય ફળ આપશે. તમે જે પણ કામમાં હાથ નાખશો તે ભાગ્યના આધારે પૂરા થશે.
જે જાતકોના લગ્ન નથી થઇ રહ્યા તેઓ દર ગુરુવારે પીપળના વૃક્ષ પર મીઠા વાળું પાણી ચઢાવો. તેનાથી તેમને જલ્દી કોઈ સારો જીવનસાથી મળી જશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)