મની પ્લાન્ટની બાજુમાં રાખી લો આ નાનકડો છોડ, ચારેતરફથી વરસશે પૈસા.. ભરાઈ જશે તિજોરી

મની પ્લાન્ટને વાસ્તુ શાસ્ત્રમાં મહત્વપૂર્ણ છોડ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે, ત્યાં પૈસા ખેંચાઈ આવે છે પરંતુ ઘણી વખત મની પ્લાન્ટ લગાવ્યા પછી પણ ફાયદો નથી થતો. તેની પાછળનું કારણ અનેક પ્રકારની ભૂલો અથવા વાસ્તુ નિયમોનું પાલન ના કરવું હોય છે. તેવી સ્થિતિમાં મની પ્લાન્ટનો પૂરો લાભ લેવા માટે જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ઉપાય આપવામાં આવ્યા છે. આ માટે મની પ્લાન્ટ સંબંધિત વાસ્તુ ટિપ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.

મની પ્લાન્ટની બાજુમાં રાખો આ છોડઃ મની પ્લાન્ટની જેમ સ્પાઈડર પ્લાન્ટ પણ વાસ્તુ અને ફેંગશુઈમાં ખૂબ જ લકી માનવામાં આવે છે. સ્પાઈડર પ્લાન્ટ કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન છોડે છે, આસપાસના વાતાવરણને શુદ્ધ રાખે છે.

આ સાથે સ્પાઈડર પ્લાન્ટ પણ સુંદર લાગે છે અને તેનાથી આર્થિક લાભ પણ થાય છે. જો મની પ્લાન્ટની બાજુમાં સ્પાઈડર પ્લાન્ટ રાખવામાં આવે તો ઘરમાં પૈસાનો વરસાદ થવા લાગે છે. મની પ્લાન્ટની બાજુમાં સ્પાઈડર પ્લાન્ટ રાખવાથી આ બંને છોડની અસરથી ખૂબ જ પૈસા મળે છે.

આ દિશામાં લગાવો સ્પાઈડર પ્લાન્ટઃ મની પ્લાન્ટ અને સ્પાઈડર પ્લાન્ટથી અપાર સંપત્તિ મેળવવા માટે આ છોડને યોગ્ય દિશામાં રાખવા જરૂરી છે. મની પ્લાન્ટ અને સ્પાઈડર પ્લાન્ટ રાખવા માટે ઉત્તર, ઉત્તર- પૂર્વ અથવા ઉત્તર- પશ્ચિમ દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

તેમ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. ઘરમાં ધનનું આગમન ઝડપથી થાય છે. નોકરી-ધંધામાં ઝડપી પ્રગતિ થશે. ધ્યાન રાખો કે સ્પાઈડર પ્લાન્ટને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ભૂલથી પણ ના લગાવો. નહીંતર તેની વિપરીત અસર થશે.

આ બાબતોનું પણ ધ્યાન રાખો: સ્પાઈડર પ્લાન્ટ અને મની પ્લાન્ટ બંનેને ઘરની અંદર રાખવાનું શ્રેષ્ઠ છે. તેનાથી વ્યક્તિને આ શુભ છોડનું સંપૂર્ણ ફળ મળે છે. આ સિવાય ધ્યાન રાખો કે મની પ્લાન્ટ અને સ્પાઈડર પ્લાન્ટને ક્યારેય સૂકાવા ના દેવો જોઈએ.

આ છોડ સુકાવા ખૂબ જ અશુભ હોય છે. જો છોડ અથવા તેના પાંદડા સુકાઈ જાય, તો તેને તરત જ દૂર કરો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)