આ છે નખ કાપવાનો સૌથી શુભ દિવસ, અચાનક મળે છે ઢગલો પૈસા, પ્રગતિ..

તમે ઘણીવારઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે નખ રાત્રે કે સાંજના સમયે ન કાપવા જોઈએ. આ સિવાય મંગળવાર અને ગુરુવાર જેવા કેટલાક દિવસોમાં નખ અને વાળ કાપવાની ના પાડતા હોય છે. આ માટેના કેટલાક નિયમો ધાર્મિક ગ્રંથોમાં પણ જણાવવામાં આવ્યા છે. હિન્દુ ધર્મમાં સૂર્યાસ્ત પછી અને અઠવાડિયાના અમુક દિવસોમાં નખ અને વાળ કાપવાને અશુભ માનવામાં આવે છે.

તેમ કરવાથી દેવી- દેવતાઓ નારાજ થઈ જાય છે અને જીવનમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. યોગ્ય સમયે અને દિવસે નખ કાપવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનની વર્ષા કરે છે. ચાલો જાણીએ કે અઠવાડિયાના કયા દિવસે નખ કાપવાથી શું ફળ મળે છે.

નખ કાપવા માટેનો શુભ દિવસ: અઠવાડિયાના અલગ- અલગ દિવસોમાં નખ કાપવાથી આપણા જીવન પર અલગ-અલગ અસર પડે છે. હિંદુ ધર્મની સાથે ઇસ્લામમાં પણ નખ કાપવાની સુન્નત પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં રાત્રે નખ કાપવાની મનાઈ છે. રાત્રે નખ કાપવાથી ગરીબી આવે છે.

સોમવાર: હિંદુ શાસ્ત્રો અનુસાર સોમવારના દિવસે નખ કાપવાથી તમને તમોગુણમાંથી મુક્તિ મળી શકે છે. તેથી સોમવારે નખ અને વાળ કાપી શકાય છે.

મંગળવાર- સામાન્ય રીતે મંગળવારે નખ કાપવાની ના પાડવામાં આવતી હોય છે. ખાસ કરીને એવા લોકો માટે જે હનુમાનજીની પૂજા કરે છે. જો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે નખ કાપવાથી દેવાથી મુક્તિ મળે છે.

બુધવાર- બુધવાર નખ કાપવા માટે ખૂબ જ શુભ દિવસ કહેવાય છે. બુધવારે નખ કાપવાથી આર્થિક લાભ થાય છે. આ દિવસે નખ કાપવાથી નોકરી- ધંધામાં પ્રગતિ થાય છે. કમાણી વધે છે.

ગુરુવાર- ગુરુવારે નખ ના કાપવા જોઈએ. આ ભગવાન વિષ્ણુનો દિવસ કહેવાય છે. ગુરુવારે નખ કાપવાથી પણ સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે.

શુક્રવાર- શુક્રવારે નખ કાપવા જોઈએ, તેમ કરવું સૌથી શુભ માનવામાં આવે છે. શુક્રવારે નખ કાપવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. શુક્ર ગ્રહની કૃપાથી સુંદરતા વધે છે. જીવનમાં ધન, સમૃદ્ધિ અને સુંદરતા વધે છે.

શનિવાર: શનિવારના દિવસે નખ કાપવા જોઈએ કે નહીં તે અંગે લોકોમાં મૂંઝવણ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે નખ ન કાપવા જોઈએ, તેનાથી શનિદેવ ક્રોધિત થઈ શકે છે અને જીવનમાં ગરીબી, માનસિક, શારીરિક પીડા વગેરેનું કારણ બને છે.

રવિવાર: રવિવારના દિવસે પણ નખ ન કાપવા જોઈએ. તેમ કરવું અશુભ માનવામાં આવે છે. રવિવારે નખ કાપવાથી આત્મવિશ્વાસ ઓછો થાય છે અને સફળતામાં અવરોધ આવે છે. સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય. પરંતુ રવિવારે રજા હોવાથી મોટાભાગના લોકો આ દિવસે તેમના નખ અને વાળ કાપે તથા કપાવે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)