નવરાત્રિમાં આ ચાર રાશિ પર માં અંબા રહેશે મહેરબાન, ધન- સંપત્તિમાં થઇ શકે છે વધારો

RELIGIOUS

આ વર્ષે શારદીય નવરાત્રિની શરુઆત ૭ ઓક્ટોબર ગુરુવારથી થવા જઈ રહી છે. માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજાનો આ મહાપર્વ 15 ઓક્ટોબર શુક્રવારે સમાપ્ત થઇ જશે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે. માં દુર્ગાના ઉપાસકો પર આ દરમિયાન દેવીની અપાર રહે છે. જ્યોતિષીઓના મતે આ નવરાત્રિમાં કેટલીક રાશિના લોકો પર માતા અંબેની વિશેષ કૃપા બનેલી રહેશે.

તુલા – નવરાત્રિમાં તુલા રાશિના લોકો પર માતા દુર્ગાની વિશેષ કૃપા રહેશે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે. જ્યોતિષીઓના મતે નવરાત્રી તમારા માટે ખુશીઓ લાવી રહી છે. તમે કેસ જીતી શકશો અને દુશ્મનોનો નાશ થશે. તમને આર્થિક રીતે મજબુતી મળશે અને તમને નોકરીની પણ નવી તકો મળશે.

કુંભ – કુંભ રાશિના લોકો માટે નવરાત્રિમાં કંઈક મોટું થવાની શક્યતાઓ છે. આ દરમિયાન માં દુર્ગાની કૃપા દ્રષ્ટિ તમારા પર બનેલી રહેશે અને તમને પરિવારનો સહયોગ મળશે. નોકરી વગેરેની સમસ્યા દૂર થશે અને ધંધામાં પણ લાભ મળશે. માં દુર્ગાની પૂજા- આરાધના કરો અને કોઈપણ બિનજરૂરી દલીલોથી દૂર રહો.

વૃશ્ચિક રાશિ – આ સમય દરમિયાન લાંબા સમયથી બગડેલું કામ સારું થઇ જશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ નવરાત્રિ વિશેષ બનવા જઈ રહી છે. જ્યોતિષીઓના મતે, આ નવરાત્રિ તમને તમામ દેવાથી મુક્ત કરશે કારણ કે ઘરમાં ધન સંપત્તિમાં વધારો થશે. ઘરમાં સમૃદ્ધિ આવશે, જેના કારણે તમારિ ભૌતિક સુખ -સુવિધાઓમાં પણ વધારો થશે. તેનાથી સમગ્ર પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ બનેલી રહેશે.

મિથુન – મિથુન રાશિના લોકો પર આ સમયગાળા દરમિયાન માં દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત વરસશે. તેમની મહેનત ફળશે. લાંબા સમયથી અટકેલા કામ થઇ જશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જ્યોતિષીઓના મતે આ સપ્તાહે જમીન કે કોઈ સંપત્તિ ખરીદવાના યોગ છે. કુટુંબ ધાર્મિક કાર્યમાં લીન રહેશે અને ઉષ્માભર્યા સંબંધો બનેલા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *