નકારાત્મક વિચાર કરી રહ્યા છે મનને અશાંત, તો રોજ સવારે ધ્યાન લગાવીને કરો આ મંત્રનો જાપ

જો તમે કોઈ વાતને લઈને અથવા આજુબાજુના વાતાવરણને લઈને ઘણા તણાવમાં છો અથવા નકારાત્મક વિચારો તમને ખુબ જ પરેશાન કરી રહ્યા છે. જેનાથી તમને શારીરિક સમસ્યા અને અનીદ્રાના શિકાર થઇ રહ્યા છો તો હિંદુ શાસ્ત્રોમાં તેના ઉપાયો જણાવ્યા છે. જેને પૂર્ણ કરવા માટે તમારે ધ્યાન કરીને મંત્રનું ઉચ્ચારણ કરવું પડશે.

મનમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે, મનને શાંત રાખવા માટે સવારે વહેલા ઉઠો અને કોઈ સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ અથવા પાર્કમાં બેસીને ओम મંત્રનો જાપ કરો. તેનાથી તમને શારીરિક અને માનસિક લાભ મળે છે.

શાસ્ત્રોમાં મહત્વ: પ્રાચીન સમયથી સમગ્ર વિશ્વમાં મનને શાંત કરવા માટે ધ્યાન અથવા જપની પદ્ધતિ અપનાવવામાં આવે છે જે ભારતની ભેટ છે. હિંદુ શાસ્ત્રો અને ગ્રંથોમાં પણ જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ઋષિ- મુનિઓએ તપસ્યા અને ધ્યાનની શક્તિથી તેમની જાત પર કાબુ મેળવ્યો હતો અને બ્રહ્માંડના સર્જકમાં મદદરૂપ બન્યા હતા.

આવી રીતે કરો ધ્યાન: ओम  મંત્રનો જાપ કરવાથી શરીરમાં જે કંપન થાય છે તે તમારા હૃદય અને હૃદયના ધબકારાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. સાથે જ શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. ओम મંત્રનો જાપ કરતી વખતે શરીરને સીધુ રાખો અને પલોઠી વાળીને બેસો. ધ્યાન રાખો કે કરોડરજ્જુ સીધી હોવી જોઈએ.

સંપૂર્ણ એકાગ્રતા સાથે ओम  મંત્જારનોપ કરો અને દસ મિનિટ સુધી પાણી પીવું નહીં. નિયમિત રીતે જાપ કરવાથી શરીરમાં સકારાત્મકતા આવે છે અને મન પણ શાંત રહે છે. ધ્યાન રાખવું કે જો તમારું મન નકારાત્મક વિચારોથી સંઘર્ષ કરી રહ્યું છે અને તમે આ મંત્રનો જાપ કરી રહ્યા છો તો તે સમય દરમિયાન તામસિક ખોરાકનું સેવન બિલ્કુલ ના કરો. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)