નવા વર્ષમાં શનિદેવ બનાવશે વિપરીત રાજયોગ, ત્રણ રાશિના ઘરે ધન- સંપત્તિ આવવાના યોગ

RELIGIOUS

એક અઠવાડિયા પછી આપણે નવા વર્ષ ૨૦૨૩ નું સ્વાગત કરીશું. આ વખતે નવા વર્ષમાં નક્ષત્રો અને ગ્રહોમાં પરિવર્તન થવાથી ઘણા સંયોગ બનવા જઈ રહ્યા છે. કેટલીક રાશિઓ માટે આ સંયોગ ખુશીઓ લઈને આવશે તો કેટલીક રાશિઓ માટે સમસ્યાઓ.

આવતા મહિનામાં ન્યાયના દેવતા શનિદેવ કુંભ રાશિમાં ગોચર કરશે. તેમનું ગોચર થવાથી વિપરીત રાજયોગ બનવા જઈ રહ્યો છે. તેના કારણે ત્રણ રાશિઓના જાતકોને ખુબ જ લાભ મળવાનો છે.

વિપરીત રાજયોગનું નિર્માણ: જ્યોતિષ જાણકારો અનુસાર આવતા મહિને ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ એ શનિદેવ સ્વરાશિ કુંભમાં ગોચર કરશે. તેનાથી વિપરીત રાજયોગનું નિર્માણ થશે. તેમના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓને જીવનમાં પદ- પ્રતિષ્ઠા, પ્રગતી, પ્રમોશન અને પદ મળવાની સંભાવના છે. ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

ધન: શનિદેવનું ગોચર થવાથી આ રાશિના જાતકો પરથી શનિદેવની સાડાસાતીનો અંત આવશે અને તેમના સારા દિવસો શરુ થશે. તેનાથી તેમની આવકમાં વૃદ્ધિ થશે અને આવકના નવા સ્ત્રોત મળશે. શનિદેવના રાશિ પરિવર્તનથી સાહસ, પરાક્રમ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિના યોગ પણ છે.

તુલા: આ રાશિના જાતકો માટે શનિદેવનું ગોચર નોકરી- વ્યાપારમાં લાભદાયક સાબિત થશે. નોકરી કરતા જાતકોને નવી જવાબદારીઓ મળી શકે છે. તેમજ વ્યાપાર કરતા જાતકોને લાભના ઘણા અવસર મળશે અને તેમનો વ્યાપાર વધશે. સંતાન તરફથી પણ શુભ સમાચાર મળી શકે છે.

વૃષભ: શનિદેવના ગોચરના કારણે આ રાશિના જાતકો માટે વિદેશ પ્રવાસના યોગ છે. તેમની ઘણી અટકેલી યોજનાઓ પૂર્ણ થઇ શકે છે. આ રાશિના જાતકો નવું વાહન અથવા કોઈ સંપત્તિ ખરીદી શકે છે. વિપરીત રાજયોગ તમને આર્થિક રૂપથી સમૃદ્ધ બાનાવે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *