જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહની કૃપા જીવનમાં તમામ સુખ- સુવિધાઓ આપે છે. તેથી શુક્ર ગ્રહને ખુશ રાખવા ખૂબ જ જરૂરી હોય છે. તે જ રીતે કેટલાક લોકોને જન્મથી શુક્ર ગ્રહની કૃપા મળેલી હોય છે.
થોડા દિવસ પહેલા શુક્ર ગ્રહે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્રનુ આ ગોચર કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ છે. શુક્ર ૨૩ મે સુધી મીન રાશિમાં રહેશે અને આ સમયગાળા દરમિયાન ત્રણ રાશિના લોકો પર ખૂબ જ મહેરબાન રહેશે. આ લોકોને ખુબજ ધન લાભ થશે અને ઘણી ખુશીઓ મળશે.
વૃષભ: વૃષભ રાશિના સ્વામી શુક્ર છે. તેથી મીન રાશિના શુક્ર આ રાશિના લોકોને ઘણો લાભ આપશે. આ લોકોની આવકમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે. આ સાથે અન્ય રીતે પણ ધન લાભ થશે. કરિયરમાં પ્રગતિ મળશે. નવી નોકરી મળી શકે છે. વેપારીઓને પણ ફાયદો થશે. તેમનો વેપાર વધશે. કોઈ મોટી ડીલ થઇ શકે છે. ખાસ કરીને એવા લોકોને ફાયદો થશે જેમનું કામ વિદેશથી સંબંધિત હોય છે.
મિથુન: શુક્રનું ગોચર મિથુન રાશિના લોકોને કરિયર- વ્યવસાયમાં મજબૂત લાભ આપશે. નવી નોકરી મળી શકે છે. ઇન્ક્રીમેન્ટ- પ્રમોશન મળી શકે છે. તેનાથી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો આવશે. તમારા કામને વધુ સારું થવાથી પ્રશંસા મળી શકે છે. એકંદરે આ સમય ઘણો ફાયદો આપી શકે છે.
કર્કઃ કર્ક રાશિના લોકોના કામ સરળતાથી થઈ શકે છે. નસીબ તમારો ઘણો સાથ આપશે. તેનાથી જીવનના દરેક ક્ષેત્રમાં ફાયદો થશે. લાંબા સમય પછી જીવનમાં ખુશીઓનો પ્રવેશ થશે. યાત્રા ફાયદાકારક રહેશે.
સંબંધો વધુ સારા બનશે. પ્રોપર્ટી ખરીદવા અને વેચવા માટે સારો સમય છે. આર્થિક લાભ મળી શકે છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)