કહેવાય છે કે આપણી આસપાસ કે રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ આપણને કંઈક કહેવાનો પ્રયત્ન કરે છે. કેટલીકવાર અમુક ઘટનાઓ દ્વારા, આપણે ભવિષ્યમાં થનારી ઘટનાઓની જાણકારી મેળવી શકીએ છીએ. આ ઘટનાઓ આપણને આપણા ભવિષ્ય વિશે આગાહી કરે છે. તેનાથી આપણને ખબર પડે છે કે આપણી સાથે કંઈક સારું થવાનું છે કે કંઈક ખરાબ થવાનું છે.
ઘરમાં ચામાચિડિયાનો માળો બનાવવો: એવું કહેવાય છે કે ચામાચીડિયાની અંદર ભાગ્યશાળી જગ્યાને શોધી લેવાની અને જાણવાની અદ્ભુત શક્તિ હોય છે. આવી સ્થિતિમાં, જો તે તમારા ઘરે આવે છે અને માળો બનાવે છે, તો તેને ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમે જલ્દીથી સમૃદ્ધ થવાના છો. તમને ક્યાંકથી ધનની પ્રાપ્તિ થશે.
શુભ દિવસે પૈસા મળવા: જો કોઈ તહેવાર, જન્મદિવસ અથવા કોઈ ખાસ દિવસે તમને પૈસા આપે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ કે માં લક્ષ્મી તમારા ઘરે આવવાના છે. પૈસા મેળવવાના તમારા સાધનો પણ વધી શકે છે.
સાપ દેખાવો: જો તમને ઘરમાં કે રસ્તામાં અચાનક સાપ દેખાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે. એક વાત ધ્યાનમાં રાખો કે તમારે સાપને ના મારવો જોઈએ પરંતુ નિષ્ણાંતો દ્વારા તેને જીવતો ભગાડવાનો જ પ્રયત્ન કરવો જોઈએ.
ઘરમાં બિલાડી આવવીઃ ઘરમાં કાળી બિલાડીનું આગમન ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. એટલા માટે ઘરમાં આવેલી બિલાડીને ભગાડવી નહીં. કાળી ઉપરાંત, સોનેરી અને કથ્થાઈ રંગની બિલાડીનું આગમન પણ શુભ હોય છે. તેનાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં માત્ર એક સફેદ બિલાડીનું આગમન મૃત્યુનું સૂચક કહેવામાં આવે છે.
અજાણતા ઉંધા વસ્ત્રો પહેરવી લેવા: જો તમે આકસ્મિક રીતે પણ ઉંધા વસ્ત્રો પહેરી લો તો ટેન્શન ના લો. આ એક શુભ શુકન પણ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાના છે. જો કે, જાણી જોઇને ઉંધા કપડાં પહેરવાથી કંઇ ફાયદાકારક થતું નથી.
આ વસ્તુ પડે તો અટકેલું કામ થઇ જાય છે: જો તમે કોઈ ખાસ કામ માટે ઘરેથી જઈ રહ્યા છો અને રસ્તામાં ચાર નાના નાના પાંદડાઓનો ગુચ્છો તમારા પર પડી જાય તો સમજી લેવું કે તમારું કામ જલ્દી પૂરું થઈ જશે.
સૂર્ય-વરસાદ એક સાથે દેખાય: જ્યારે સૂર્ય અને વરસાદ એક સાથે આવે છે, ત્યારે મેઘધનુષ્ય દેખાવાની શક્યતા વધી જાય છે. તેને સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. આ પછી, તમે તમારા હાથમાં જે પણ કામ લો છો તે પૂરું થઇ જાય છે.
ગિફ્ટમાં કૂતરો મળવો: જો તમને કોઈ વ્યક્તિ તરફથી ગિફ્ટમાં કૂતરો મળે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. કાળો કૂતરો સંપત્તિ અને રક્ષણ લાવે છે, ગોલ્ડન કૂતરો નસીબ અને સમૃદ્ધિ લાવે છે અને સફેદ કૂતરો પ્રેમ અને સ્નેહ લાવે છે. આશા છે કે તમને આ માહિતી ગમી હશે. તો તમારા મિત્રો સાથે આ શેર કરો.