સૂર્ય દેવ તુલા રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ અનુસાર સૂર્ય દેવનું આ ગોચર ૧૭ ઓક્ટોબર ૨૦૨૨ની સાંજે ૦૭:૦૯ કલાકે થશે. આ દરમિયાન કેટલી રાશિના જાતકો માટે સમય અનુકુળ નથી. તેવામાં તેમને સાવધાન રહેવાની જરૂર છે.
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું વિશેષ મહત્વ જણાવ્યું છે. જયારે કોઈ ગ્રહ ગોચર કરે છે તો તેની સીધી અસર આપણા જીવન પર પડે છે. આ અવધિમાં કઈ રાશિના જાતકોને સાવધાન રહેવાની જરુર છે. ચાલો જાણીએ તે રાશિઓ વિશે
મેષ: આ દરમિયાન જાતકોને સારા પરિણામ મળવામાં સમય લાગી શકે છે. ભાગીદારીમાં વ્યવસાય કરતા જાતકોને આ દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળે સહકર્મચારીઓ સાથે ઝઘડા પણ થઇ શકે છે. પિતા સાથે પણ વિવાદ થઇ શકે છે.
વૃષભ: જાતકોના ખર્ચમાં વધારો થવાના કારણે તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પૈતૃક સંપતિને લઈને પણ વાતચીત થઇ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ થઇ શકે છે. તેથી આ દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
મિથુન: આ દરમિયાન કેટલાક જાતકોના ગુસ્સામાં વધારો થઇ શકે છે. જેથી તેમનું વ્યક્તિત્વ ખરાબ થઇ શકે છે. તેવામાં આ જાતકોને વધુ સાવધાન રહેવાની જરૂરત છે. ધન હાનિ સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ આવી શકે છે. કાર્ય પૂર્ણ કરવામાં પણ અડચણો આવી શકે છે. પારિવારિક જીવનમાં કેટલીક અડચણો આવી શકે છે.
કન્યા: જ્યોતિષ અનુસાર આ દરમિયાન આ રાશિના જાતકો પર કામનું દબાણ વધુ રહેશે અને સમયસર કાર્ય પૂર્ણ કરવામાં અડચણો આવી શકે છે. આર્થિક જીઅવ્નમાં પણ વધુ ખર્ચાનો સામનો કરવો પડી શકે છે. તણાવ તેમજ ચિંતા જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.
તુલા: જાતકોના કરિયર માટે આ સમય ઘણો ઉતાર- ચડાવની સ્થિતિ વારો રહેશે. પ્રમોશન અને લાભ થઇ શકતું નથી. ખર્ચા વધવાના કારણે મુશ્કેલીઓ આવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ થઇ શકે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ગુજરાત બીટ આની પૃષ્ટિ નથી કરતું.)