અમે તમને ૨૮ મે શનિવારનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાશિફળ ભવિષ્યની ઘટનાઓનો ખ્યાલ આપે છે. ગ્રહના ગોચર અને નક્ષત્રની ચાલને આધારે રાશિફળ તૈયાર કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધો, આરોગ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન સંબંધિત દરેક માહિતી મળશે. જો તમે પણ જાણવા માગો છો કે આજનો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તો વાંચો રાશિફળ ૨૮ મે ૨૦૨૩
મેષ: મેષ રાશિના જાતકોને સકારાત્મક ગ્રહોના સાથથી તેમને દરેક કામમાં સફળતા મળશે. વ્યાપારીઓ માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિથી અનુકૂળ રહેવાનો છે. કામની વ્યસ્તતા પછી પરિવારના સભ્યો સાથે કોઈ યાત્રા પર જવાની યોજના બની શકે છે. હૃદય રોગ અને રક્ત્ચાપથી પીડિત જાતકોએ સાવધાની રાખવી પડશે. સ્વાસ્થ્ય થોડું નબળું પડે તો પણ ડોકટર પાસે તપાસ કરાવવી જોઈએ. કોઈ વિશેષ ઉપ્લ્બંધીના કારણે પ્રિયજનો પાસેથી ઈચ્છિત ભેટ મળી શકે છે. જેને મેળવીને તમે ખુશ રહેશો.
વૃષભ: આ રાશિના જાતકોને તેમના ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓથી મળેલ મહત્વપૂર્ણ રાયથી તેમનું કામ સરળ થઇ જશે. તેવી સ્થિતિમાં તમારે તેમનો આભાર માનવો જોઈએ. આજે વ્યાપારીઓનું પૈસાને લઈને મૂડ ઓફ રહેશે પરંતુ અચનાકથી ઉધાર આપેલ પૈસા પાછા મળવાથી સાંજ સુધી મૂડ સારું પણ થઇ જશે. જીવનસાથીના સ્વભાવમાં ઉગ્રતા જોવા મળી શકે છે જેના કારણે દિવસભર મૂડ ઓફ રહેશે. જે જાતકોને પગમાં સાંધાની સમસ્યા છે તેમની દુખાવાના કારણે સમસ્યા વધી શકે છે. તેથી તમારું ખાસ ધ્યાન રાખો. સામાજિક કામોમાં આગળ વધીને ભાગ લેવો પડી શકે છે. બની શકે છે કે તમારે લગ્ન પ્રસંગમાં વધારે સમય આપવો પડે.
મિથુન: મિથુન રાશિના જાતકોને ઓફિસના કામમાં મન તો લાગશે પરંતુ કામમાં કોઈ ભૂલ ના થાય તેથી ઉતાવળમાં કામ કરવાનું ટાળવું જોઈએ. વ્યાપારીઓને જો ઈચ્છિત નફો ના મળે તો નવો વ્યાપાર શરૂ કરી શકો છો. ઉત્સાહ અને જોશમાં વધારો થવાને કારણે તમે પરિવારમાં આકસ્મિક સમસ્યાઓ સામે લડી શકશો. જેથી તમારી સાથે તમારા પ્રિયજનો પણ શાંતિનો શ્વાસ લઈ શકશે. ઠંડુ ખાવા- પીવાનું ટાળો બેદરકારીથી સમસ્યા વધી શકે છે. મિત્રતામાં ત્રીજી વ્યક્તિના વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થી કરવી પડી શકે છે. તમારી સમજણને કારણે તે વિવાદનો અંત આવતો દેખાય છે.
કર્ક: આ રાશિના જે જાતકો મીડિયા સાથે જોડાયેલા છે તેમણે આળસ છોડી મહેનતનો હાથ પકડવો પડશે. કાર્યક્ષેત્રમાં સક્રિય રહેશો તો જ તમારો વિકાસ થશે. વ્યાપારીઓએ ઉધારીમાં માલ આપવાનું ટાળવું પડશે. વધુને વધુ માલ રોકડમાં વેચવાનો પ્રયાસ કરો તો જ તમને નફો મળશે. ઘરની જવાબદારીઓને બોજ સમજીને તેનાથી ડરશો નહીં પરંતુ તેને સમજદારીપૂર્વક પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. પગમાં દુખાવો અને બળતરાની સમસ્યા થઈ શકે છે તેથી પગ પર કંઈ પણ લગાવતા પહેલા તેને સારી રીતે જોઈ લો. જુના મિત્રો સાથે મળીને કોઈ નવા કામની યોજના બનાવી શકો છો. કાર્ય સફળ થવાથી સમાજમાં માન- સન્માન પણ વધી શકે છે.
સિંહ: સિંહ રાશિના જાતકો તેમના કામ પ્રત્યે સમર્પિત નજર આવશે. કામના પ્રત્યે સમર્પણ જલ્દી જ તેમને સફળતાની સીઢી ચડવામાં મદદ કરશે. વ્યાપારીઓએ વ્યાપાર વધારવા માટે કોઈ અનુભવી વ્યક્તિને ભાગીદાર બનાવો અથવા તેમની રાય લો જેથી તમારો વ્યાપાર સારી પ્રગતી કરી શકે. સંયુક્ત પરિવારમાં રહેનારા વચ્ચે આપસી તાલમેલ રહેશે. ખાણી- પીણીમાં સાવધાની રાખવી પડશે અન્યથા આંતરડામાં સુજન જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જ્યાં પણ જ્યારે પણ સામાજિક કાર્યકર્મનો ભાગ બનવાની તક મળે તો તેને હાથથી ના જવા દો. તમારી આજુબાજુ જરૂરતમંદોની મદદ જરૂર કરવી. સામાજિક કાર્યક્રમમાં આગળ વધીને ભાગ લેવો.
કન્યા: આ રાશિના જાતકોએ ઓફિસના રાજકારણથી દૂર રહેવું. તમારા કામ પ્રતિ સમર્પિત થઈને કોઈ પણ ભૂલની શક્યતા ના રાખો. વ્યાપારીઓએ આવકના નવા સ્ત્રોત બનાવવા માટે વ્યાપારના વિસ્તાર માટે વિચારવું પડશે. વ્યાપાર સાથે- સાથે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા થઈ શકે છે. તેવી સ્થિતિમાં પરેશાન થવાને બદલે ધીરજથી કામ લેવું પડશે. આજે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પુષ્કળ સમયને કારણે તમને તમારું મનપસંદ ખોરાક બનવવાની અને પોતાને સાથે લોકોને ખવડાવવાની તક મળશે. કોઈની ભાવનાત્મક વાતોમાં ના પડો.
તુલા: તુલા રાશિના જાતકોએ પોતાનું કામ કરવા માટે કોઈના પર બિનજરૂરી આરોપ ના લગાવવા. તેવું કરવું નથી યોગ્ય. વ્યાપારી ગ્રાહકની માંગ પ્રમાણે સામાન લાવો નહીંતર તમારે ભારે નુકસાન ભોગવવું પડી શકે છે. લગ્ન કે કોઈ વિશેષ પૂજા- પાઠ જેવા શુભ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમને આમંત્રણ મળી શકે છે. તમારે તે પ્રકારના પ્રસંગમાં હાજરી જરૂર આપવી જોઈએ. તમે ખાવા- પીવામાં બેદરકારી રાખી શકો છો જે સ્વાસ્થ્ય માટે નથી સારું. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ખોરાક લેશો તો સારું રહેશે. તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણયને લઈને મૂંઝવણમાં પડી શકો છો જેમાં મિત્રોના સુઝાવથી તમને ખૂબ મદદ મળશે.
વૃશ્ચિક: આ રાશિના જાતકોએ આજના દિવસે થનારી ઓફિસ મીટિંગ માટે ઘણી તૈયારી કરવી જોઈએ. બોસ તમારી નાની ભૂલ પર ખૂબ ગુસ્સે થઈ શકે છે. વ્યાપારમાં બેદરકારી ના રાખવી. યોગ્ય સમયે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરો નહીં તો તમારે કોર્ટના ચક્કર કાપવા પડી શકે છે. પરિવારમાં અચાનક ખર્ચાઓને કારણે ઘરેલું બજેટનું સંતુલન બગડી શકે છે. જે જાતકોને પથરીની સમસ્યા છે તેમનો દુખાવો ફરી ઉપડી શકે છે તેથી તેમણે પહેલાથી જ સાવધાન રહેવું પડશે. બીજાની મદદ માટે હંમેશા તૈયાર રહેવાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે.
ધન: ધન રાશિના જાતકોની નોકરી પર સંકટ છે. તેથી ગંભીરતા સાથે વગર ભૂલે કામ કરો અને પોતાના વ્યવહારની નબળાઈઓને પણ દૂર કરતા રહો. હાર્ડવેરનું કરતા વ્યાપારીઓ માટે આજનો દિવસ શુભ છે. કોઈ મોટો સોદો નક્કી થવાની સંભાવના છે. જેમાં તમને લાભ પણ મોટો મળશે. પરિવારમાં સંતાનના કરિયરને લઈને ચિંતા થઇ શકે છે. તેવી સ્થિતિમાં પરેશાન થવાની જગ્યાએ તેમની સાથે વાત કરીને તેમનું માર્ગદર્શન કરવાની કોશિશ કરવી. ઓછામાં ઓછું માનસિક તણાવ લેવાની સાથે સાદું ભોજન કરવાની કોશિશ કરવી અન્યથા છાતી સંબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે. પૂજા- પાઠ અને દાન- પુણ્ય જેવા સારા કામોમાં મન લાગશે.
મકર: આ રાશિના જાતકો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. સહકર્મીઓ સાથે અહંકારની લડાઈ લડવાનો નથી કોઈ અર્થ. છૂટક વ્યાપારીએ ગ્રાહક સાથે વ્યવહાર કરતી વખતે સાવચેતી રાખવી પડશે. તેમની સાથે કોઈ પણ બાબતમાં વિવાદ તમારી પ્રતિષ્ઠાને બગાડી શકે છે. પરિવારમાં નાના સંતાનના બદલાતા વ્યવહારથી તમે ચિંતિત થઈ શકો છો. તેવી સ્થિતિમાં તમારે તેની સંગત પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈ વાતના તણાવને કારણે માથાનો દુખાવોની સાથે કાનમાં દુખાવો પણ થઈ શકે છે. રોજબરોજની સમસ્યાઓથી પરેશાન થવાને બદલે તેમની સામે લડવાની હિંમત રાખો. ગભરાવાની જગ્યાએ જો તમે શાંત મનથી વિચારશો તો તમને સમસ્યાનો ઉકેલ ચોક્કસ મળી જશે.
કુંભ: કુંભ રાશિના જાતકોને ઓફિસના સહકર્મીઓ સાથે સ્પર્ધા વધી શકે છે. તેવી સ્થિતિમાં તમારે આગળ વધવા માટે કોઈને નુકસાન પહોંચાડવાનું ટાળવું પડશે. વ્યાપારીઓએ સામાનની ગુણવત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ તો જ ગ્રાહક તમારી સાથે જોડાયેલા રહેશે. ભાઈ- ભાભી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. જેના કારણે પરિવારમાં તણાવનું વાતાવરણ રહેશે. પેટ અને ગળામાં બળતરાની સમસ્યાથી તમે પરેશાન રહી શકો છો. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ઘરેલું ઉપાય પણ અપનાવી શકો છો જેનાથી જલ્દી રાહત મળશે.
મીન: આ રાશિના જાતકો ઓફિસના કામ સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરશે અને જેમાં તે સફળ પણ થશે. તમારા આ ગુણના કારણે કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે. વ્યાપારીઓને કોઈ સોદા અથવા બિઝનેસ મીટિંગના સંબંધમાં બહાર જવું પડી શકે છે. પરિવારના કોઈ પણ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે સહપરિવાર આમંત્રણ મળી શકે છે. શરદીને કારણે પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જો કોઈ પિતૃક સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો હતો તો હવે વિવાદનો ઉકેલ આવી શકે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)