અમે તમને ૩૧ ડિસેમ્બર શનિવારનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાશિફળ ભવિષ્યની ઘટનાઓનો ખ્યાલ આપે છે. ગ્રહના ગોચર અને નક્ષત્રની ચાલને આધારે રાશિફળ તૈયાર કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધો, આરોગ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન સંબંધિત દરેક માહિતી મળશે. જો તમે પણ જાણવા માગો છો કે આજનો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તો વાંચો રાશિફળ ૩૧ ડિસેમ્બર ૨૦૨૨
મેષ: મેષ રાશિના જાતકોએ વર્ષના છેલ્લા દિવસે પેન્ડીંગ કામોને પૂરા કરવાના પ્રયત્નો કરવા જોઈએ. સાથે જ સહકર્મચારી અને નાના કર્મચારીઓ સાથે વિવાદ કરવાથી બચવું. વ્યાપારીઓએ આ વર્ષના ઉતાર- ચઢાવથી સીખ મેળવીને નવા વર્ષની શરૂઆતમાં નવી વ્યાપારિક યોજના બનાવો. યુવાનોએ ખરાબ સંગંતથી બચીને રહેવું, સિગરેટ, દારૂ, અને તંબાકુનું સેવન ભૂલથી પણ નાક્રવું જોઈએ. તેની લત તમને પરેશાનીમાં નાખી શકે છે. ઘરમાં માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. અચનાકથી સ્વાસ્થ્યમાં ઘટાડો થવાની સંભાવના છે. તેમના સ્વાસ્થ્યને લઈને સાવચેત રહો.
વૃષભ: વૃષભ રાશિના જાતકોએ ઓફિસમાં નાની- નાની બાબતોને મહત્વ ના આપવું જોઈએ અને વિવાદની સ્થિતિથી બચવું જોઈએ. બીજાની ભૂલો પર નમ્રતાથી પ્રતિક્રિયા આપો. વ્યાપારીઓએ કર્મચારીઓની ભૂલોને રાયનો પહાડ ના બનાવવો જોઈએ. ભૂલ ક્ષમાપાત્ર હોય તો માફ કરી દેવી અને ભવિષ્યમાં સાવચેત રહેવાની સલાહ આપવી જોઈએ. જો યુવાનો કોઈ નશો કરે તો તરત જ છોડી દો નહીંતર તે લત જીવનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. તમે તમારા બાળકોના શિક્ષણને લઈને ચિંતિત થઈ શકો છો તમારો થોડો સમય કાઢો અને તેમના પર ધ્યાન આપો.
મિથુન: આ રાશિના જાતકોને કામ કરતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યોમાં વિલંબને કારણે અધિકારી ગુસ્સે થઇ શકે છે. વ્યાપારીઓએ ઉધાર આપવાનું ટાળો ઉધાર આપવાથી માનસિક તણાવ વધી શકે છે. યુવાનોએ અહીંતહીં વાતો કરવાને બદલે અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ. નોકરી શોધી રહેલા જાતકોને સારા સમાચાર મળી શકે છે. ઘરના મુખ્યા દ્વારા ઘરનું વાતાવરણ બગડી શકે છે. જો તમે મુખ્યા હોય તો ઘરનું વાતાવરણ સારું રાખો નહીં તો શાંત રહો. માથામાં દુઃખાવો થઇ શકે છે. ઉંઘ સંપૂર્ણ લેવી અન્યથા વધુ દુઃખાવો થઇ શકે છે.
કર્ક: કર્ક રાશિના જાતકોને વિદેશમાં સારી નોકરીની ઓફર મળી શકે છે. કોઈપણ ઓફર સ્વીકારતા પહેલા સારી રીતે વિચારો. ઈલેક્ટ્રોનિકના વ્યાપારીઓ આજે કોઈ મોટો સોદો નક્કી કરી શકે છે જેના કારણે તેમને અપેક્ષિત નફો થવાની સંભાવના છે. લાંબા સમય પછી મિત્રોને મળ્યા પછી તેમની સાથે બહાર ફરવા જવાની યોજના બની શકે છે. તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખો કારણ કે પરિવારમાં કોઈ સાથે વિવાદ થવાની સંભાવના છે. કીડનીમાં સમસ્યાથી પરેશાન થઇ શકો છો.
સિંહ: આ રાશિના જાતકો પર કાર્યક્ષેત્રમાં કામ વધારે હોવાને કારણે અગાઉની જવાબદારીઓની સાથે નવી જવાબદારીઓ પણ સોંપવામાં આવી શકે છે. જેના કારણે કામનો બોજ વધશે. સ્ટેશનરી અને કોચિંગ સેન્ટર ચલાવતા જાતકોને મોટો નફો થવાની સંભાવના છે. આજે ભાગ્ય યુવાનોને સાથ આપશે તેથી આજે તમે જે પણ કામ કરશો તે દરેક કાર્યોમાં તમને અપેક્ષિત સફળતા મળશે. વધારે ખર્ચના કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે પરંતુ ચિંતા કરશો નહીં ખર્ચ ઘટતા અને વધતા જાય છે. શરદી- ઉધરસથી પરેશાન થઇ શકો છો. વધુ પરેશાની થાય તો દવા જરૂર લેવી.
કન્યા: કન્યા રાશિના જાતકોના કામમાં ઉચ્ચ અધિકારીઓની દખલગીરીના કારણે ઓફિસની સ્થિતિમાં સુધારો થશે. વ્યાપારીઓએ પોતાનું ભલું કરવાના ચક્કરમાં કોઈને નુકસાન પહોંચાડવાનું ટાળવું જોઈએ. તમે બીજાનું ખોટું કરીને ક્યારેય સારું કરી નથી શકતા. ગ્રહોની સ્થિતિ યુવાનો માટે અનુકૂળ છે જેથી પ્રેમીઓના લગ્ન પરિવારના સભ્યો દ્વારા મંજૂર થઈ શકે છે. જેને સાંભળીને તમારી આંખોમાં ખુશીના આંસુ આવી શકે છે. પરિવારમાં જમીન- સંપત્તિ સંબંધિત બાબતો ઉભી થઈ શકે છે જેના કારણે પ્રિયજનો સાથે મનમુટાવ થવાની સંભાવના છે. જંકફૂડ અને નોનવેજ ખાવાનું ટાળવી જોઈએ નહીતર પેટ સંબંધિત સમસ્યા થવાની સંભાવના છે.
તુલા: આ રાશિના જાતકોએ ઓફિસિયલ કામમાં બિલકુલ બેદરકારી ના રાખવી જોઈએ કારણ કે ઉચ્ચ અધિકારીઓ તપાસ માટે આવી શકે છે. વ્યાપારીઓએ ઉત્પાદનની ગુણવત્તા જાળવી રાખવી જોઈએ ગ્રાહકો ગુણવત્તા સાથે રમત કરે તો ફરિયાદ કરી શકે છે. યુવાનોએ મિત્રો સાથે દેખાડો કરવાનું ટાળવું જોઈએ જેમ છે તેમ રહો મિત્રતામાં તેની કોઈ નથી જરૂર. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો મધુર રાખવાનો પ્રયાસ કરો જો તેમનો જન્મદિવસ છે તો તમે તેમને ભેટ અથવા સરપ્રાઈઝ પાર્ટી આપીને ખુશ કરી શકો છો. ધારદાર વસ્તુઓનો ઉપયોગ કરતા સમએ સાવચેત રહો કારણ કે ઈજા થવાની સંભાવના છે.
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોએ નવી તકો શોધવા માટે તેમનું મગજ સક્રિય રાખવું જોઈએ. તમે તકો મેળવ્યા પછી અને તેનો લાભ ઉઠાવીને જ તમારા કરિયરમાં પ્રગતિ કરી શકશો. વ્યાપારીઓએ ગ્રાહકની માંગ પ્રમાણે માલનો સંગ્રહ કરવો જોઈએ જો જરૂરિયાત કરતાં વધુ માલ સંગ્રહિત કરવામાં આવે તો બગાડ થવાની સંભાવના છે. યુવાનોઓએ વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું કારણ કે મિત્રો સાથે કોઈ બાબતે અણબનાવ થવાની સંભાવના છે. ઘરના વડીલોના અભિપ્રાયને હળવાશથી ના લો. તેમના અભિપ્રાયમાં તેમનો અનુભવ અને તમારી સુખાકારી છુપાયેલી છે. એટલા માટે તેમણે જે કહ્યું છે તેનું પાલન કરો. બહારનો ખોરાક ખાવાનું ટાળો સાથે જ ગરમ પાણી પીવો કારણ કે પેટમાં ઈન્ફેક્શન થવાની સંભાવના છે.
ધન: આ રાશિના જાતકોના કામથી ખુશ થઈને બોસ બોનસ અથવા પ્રોત્સાહન આપી શકે છે અથવા તો તેમનો પગાર પણ વધારી શકે છે. વેચાણ વધવાને કારણે વાસણોના વ્યાપારીઓને અપેક્ષિત નફો મળવાની સંભાવના છે. યુવાનોને કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાની તક મળી શકે છે. તેવી કોઈ તકને હાથથી જવા ના દેવી જોઈએ. કોઈ પણ કામ શરૂ કરતા પહેલા તમારા પિતાની સલાહ લો અને ઘરથી નીકળતા પહેલા તેમના આશીર્વાદ લો. સતત એક જ પોજીશનમાં બેસીને કામ કરવાથી હાથ- પગમાં દુઃખાવો અને સૂજનની સમસ્યા થઇ શકે છે.
મકર: મકર રાશિના જાતકોએ કામમાં ભૂલો માટે કોઈ સંભાવના ના રાખવી જોઈએ નહીં તો બોસ વધુ ગુસ્સે થઈ શકે છે અને ભરી સભામાં તમને શરમમાં નાખી શકે છે. ગ્રાહકોની સંખ્યામાં વધારો થવાને કારણે લોખંડના વ્યાપારીઓને અપેક્ષિત નફો મળવાની સંભાવના છે. યુવાન જૂના મિત્રો સાથે સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરો સાથે માળો નહી તો ફોન પર સમાચાર લો. માતાના સ્વાસ્થ્યમાં અચાનક ઘટાડો થવાની સંભાવના છે તેથી તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સ્વાસ્થ્યને લઈને બહુ ચિંતા કરવાની નથી જરૂર. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી આજનો દિવસ સામાન્ય છે.
કુંભ: આ રાશિના જાતકો જો કામ પ્રત્યે બેદરકારી રાખશે તો ભારે નુકસાન સહન કરવું પડી શકે છે તેથી આળસ છોડી દો અને કાર્યોને પૂર્ણ કરવામાં ધ્યાન આપો. વ્યાપારીઓએ પ્રતિસ્પર્ધીઓથી દૂર રહેવું જોઈએ તેમજ તેમની ગતિવિધિઓ પર કડક નજર રાખવી જોઈએ કારણ કે તેઓ તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે. યુવાનોએ તેમના વર્તનની ખામીઓ જાણીને તેને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. નાના ભાઈ- બહેનો સાથે તેમના કરિયર વિશે ચર્ચા કરતા રહો તે તેમને માર્ગદર્શન પણ આપશે. તમારી આજુબાજુ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો કારણ કે ચેપ લાગવાની સંભાવના છે.
મીન: મીન રાશિના જાતકોને ઓફિસમાં કોઈની સાથે વાદ- વિવાદ થવાની સંભાવના છે તેથી વિવાદની દરેક પરિસ્થિતિને ટાળીને ક્યારેક શાંત રહેવું યોગ્ય છે. વ્યાપારીઓએ વ્યાપાર સંબંધિત દરેક વ્યવહારો લેખિતમાં કરવા જોઈએ જેથી ભવિષ્યમાં ચુકવણી સંબંધિત કોઈ સમસ્યા ના આવે. જો યુવાનો અભ્યાસની સાથે રિવિઝન કરતા રહેશે તો આવનારી પરીક્ષામાં કોઈ મુશ્કેલી નહીં આવે. તમારા ભાઈ સાથે તાલમેલ રાખો કારણ કે તેની સાથે વિવાદ થવાની પ્રબળ સંભાવના છે. પેટના નીચેના ભાગમાં દુઃખાવો થવાથી દિવસભર પરેશાન રહી શકો છો. તેથી વધુ પરેશાની થવા પર ડોક્ટરની સલાહ જરૂર લો. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)