જ્યોતિષ શાસ્ત્રમાં હીરો રત્ન ખુબ જ પ્રભાવી માનવામાં આવે છે. કીમતી રત્નોમાં સમાવેશ થતો હીરો અથવા ડાયમંડનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. શુક્ર ધન, વૈભવી જીવન, પ્રેમ, રોમાંસ, સુંદરતાના કારક ગ્રહ માનવામાં આવે છે. તેથી જે જાતકો માટે ડાયમંડ પહેરવો શુભ હોય છે તેમને આ રત્ન ધારણ કરવાથી ખુબ જ લાભ થાય છે.
તેમજ જે જાતકો માટે ડાયમંડ અશુભ છે તે તેમના માટે ખરાબ સમય શરુ કરી દે છે. જો કે ડાયમંડ પહેરતા પહેલા જાણકારો પાસે કુંડળી બતાવીને સલાહ લેવી જોઈએ કે તમારા માટે ડાયમંડ પહેરવો શુભ છે કે નહી. કેવળ ફેશન અથવા દેખાડાના ચક્કરમાં ડાયમંડ પહેરવો ખુબ જ નુકસાન કરાવી શકે છે.
આ રાશિના જાતકોએ ના પહેરવો જોઈએ ડાયમંડ: જ્યોતિષશાસ્ત્રમાં પાંચ રાશિના જાતકો માટે સામાન્ય રીતે ડાયમંડ પહેરવાની મનાઈ છે. જો તમારી પત્ની અથવા ગર્લફ્રેન્ડની રાશિ પણ તેમાં સામેલ છે તો તેમને ડાયમંડની વીંટી અથવા ઘરેણાં ભેટ આપતા પહેલા નિષ્ણાતની સલાહ લો. જો કુંડળીમાં ગ્રહોની સ્થિતિ એવી છે કે તે ડાયમંડ પહેરવાની મંજૂરી આપે છે તો માત્ર ડાયમંડ પહેરો. જો કે કોઈ પણ રત્નની અસર ત્યારે જ થાય છે જ્યારે તેનું વજન એટલું વધારે હોય કે તેની અસર થઈ શકે.
મેષ: મેષ રાશિના જાતકો માટે ચોક્કસ વજનથી વધુ વજનવાળા ડાયમંડ પહેરવાથી જીવનમાં ઘણી સમસ્યાઓનો પ્રવેશ થઈ શકે છે. ધનહાનિ થઈ શકે છે. ઘરમાં ઝઘડા અને તણાવ વધી શકે છે.
કર્ક: કર્ક રાશિના જાતકો માટે ડાયમંડ પહેરવો જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે. જો કે વિશેષ સ્થિતિમાં ડાયમંડ પહેરી શકો છો.
સિંહ: સિંહ રાશિના જાતકો માટે પણ ડાયમંડ પહેરવો નથી શુભ. ધન હાનિના યોગ બને છે. નોકરી- વ્યાપારમાં નુકસાન થાય છે અને પ્રગતિમાં અડચણો આવે છે.
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને પણ ડાયમંડ નુકસાન આપે છે. કાર્યમાં અડચણો આવે છે. કાર્યોમાં અસફળતા જ હાથમાં આવે છે.
મીન: મીન રાશિના જાતકોએ પણ ડાયમંડ પહેરવાથી બચવું જોઈએ અન્યથા કાર્યોમાં અશુભ ફળ મળે છે. ભાગ્યનો સાથ નથી મળતો. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)