શનિવારની રાત્રે ચુપચાપ કરી લો આ ઉપાય, કરોડપતિ બનવાથી કોઈ નહીં રોકી શકે

RELIGIOUS

જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિ કર્મો અનુસાર ફળ આપે છે. એટલા માટે લોકોના મનમાં શનિને લઈને ડરની લાગણી વધુ રહે છે. જો કે શનિ શુભ ફળ પણ આપે છે. કુંડળીમાં શુભ કે અશુભ શનિનો જીવન પર ઘણો પ્રભાવ પડે છે. તેથી શનિના અશુભ પરિણામોથી મુક્તિ મેળવવા માટે શનિવારના કેટલાક ઉપાયો કરવા જોઈએ.

જ્યોતિષમાં શનિ માટેના ઉપાયો સમજાવવામાં આવેલા છે. શનિના આ ઉપાયો વ્યક્તિને ધનવાન, સફળ અને સુખી બનાવે છે. સૂર્યના પુત્ર શનિને પ્રસન્ન કરવા માટેના ઉપાય કરવાથી ખૂબ જ લાભ થાય છે. તેનાથી શનિની સાડાસાતી અને નાની પનોતીની પરેશાનીઓમાંથી પણ રાહત મળે છે. શનિવાર શનિદેવને સમર્પિત હોય છે. આ દિવસે કરવામાં આવેલ ઉપાયો શનિ દોષથી રાહત અપાવે છે.

શનિવારના ઉપાય: જ્યોતિષ શાસ્ત્ર અને લાલ કિતાબમાં શનિવાર માટે કેટલાક અસરકારક ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપાયો કરવાથી ઘણો ફાયદો થાય છે. શનિવારની રાત્રે દાડમની કલમ અને રક્ત ચંદનનો ઉપયોગ કરીને ભોજપત્ર છાલના પાન પર ‘ઓમ હ્વીમ’ મંત્ર લખો. તેમજ દરરોજ તેની પૂજા કરો. આ ઉપાય જ્ઞાન અને બુદ્ધિ આપે છે.

શનિવારે કાળા કૂતરા અને કાળી ગાયને રોટલી ખવડાવો. પક્ષીઓને ખવડાવો. તેમ કરવાથી પ્રગતિમાં આવતા અવરોધો અને મુશ્કેલીઓ દૂર થાય છે. અટકેલા કામ થઇ જાય છે. શનિવારે કીડીઓને લોટ નાખવાથી, કીડીયારું પૂર્અવથી થવા માછલીઓને અનાજ ખવડાવવાથી કરિયરમાં પ્રગતિ થાય છે. તેમ કરવાથી તમને નોકરીમાં પ્રમોશન મળશે અને નવી તકો મળશે. વેપારમાં નફો થશે.

શનિ ગ્રહ સંબંધિત વસ્તુઓ જેવી કે અડદ, લોખંડ, તેલ, તલ, કાળા કપડાનું શનિવારે દાન કરો. શનિનું દાન કરવાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે. શનિના કષ્ઠથી બચવા માટે શનિવારે સૂર્યાસ્ત સમયે વચ્ચેની આંગળીમાં કાળા ઘોડાની નાળ અથવા હોડીની કીલથી બનેલી વીંટી પહેરો. આ ઉપાય શનિદેવના પ્રકોપથી બચાવવા માટે ખૂબ જ અસરકારક છે.

શનિવારે સવારે સ્નાન કર્યા પછી પીપળના ઝાડને જળ ચઢાવો. પછી સાત વાર પરિક્રમા કરો. શનિવારે રાત્રે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ ઉપાય કરવાથી શનિ શુભ ફળ આપે છે. આર્થિક લાભ અને પ્રગતિ થાય. સ્વાસ્થ્ય સારું રહે. શનિવારે સફાઈ કામદારોને દાન આપો. નિઃસહાય, ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો અને ખવડાવો.

ધ્યાનમાં રાખો કે શનિવારે દારૂ અને માંસાહારનું સેવન ના કરો. આ દિવસે તેલ, જૂતા- ચપ્પલ, લોખંડ કે કાળી વસ્તુઓ ના ખરીદવી. દાન કરવા માટે આ વસ્તુઓ અગાઉથી ખરીદો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)