શનિવારે શનિદેવની પૂજા કરવાનો વિધાન છે. હિંદુ ધર્મ અનુસાર, જ્યારે કોઈ પણ દેવતા કોઈ સાધક પર પ્રસન્ન અથવા નારાજ થાય છે, ત્યારે તેઓ તેને અનેક પ્રકારના સંકેતો આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિનો શુભ સમય શરૂ થતા પહેલા તેને અનેક પ્રકારના સંકેતો મળે છે. તો બીજીતરફ ખરાબ સમય શરૂ થાય તે પહેલાં, તેને અગાઉથી સંકેતો મળવાના શરુ થવા લાગે છે.
જો આ સંકેતોને સમયસર સમજી લેવામાં આવે તો જીવનમાં આવતી સમસ્યાઓથી બચી શકાય છે. તેવી જ રીતે આજે આપણે એવા સંકેતો વિશે જાણીશું જે શનિવારે દેખાય તો શુભ માનવામાં આવે છે. શનિદેવના પ્રસન્ન થવાના સંકેત આપે છે આ વસ્તુઓ.
શનિવારે આ વસ્તુઓ જોવાનું શુભ છે: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો શનિવારે રસ્તામાં ઘોડાની નાળ જોવા મળે તો સમજવું કે તે આવનારા સમય માટે શુભ સંકેત છે. તેને ઘરે લાવો અને તેને લટકાવી લો. તેનાથી શનિદેવની કૃપા તમારા પર બની રહેશે અને જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થશે.
શનિવારે કાગડાના દર્શન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે શનિવારે કાગડાને પાણી પીતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને બહુ જલ્દી કોઈ સારા સમાચાર મળશે. કહેવાય છે કે આ દિવસે ઘરની છત પર બેઠેલો કાગડો જોવો પણ શુભ હોય છે.
તેવી માન્યતા છે કે આ દિવસે સવારે કાળો કૂતરો જોવો શુભ માનવામાં આવે છે. બીજી તરફ જો આ કૂતરો શનિ મંદિર પાસે જોવા મળે તો તેને ખાવા માટે અથવા રોટલી ચોક્કસ આપો. તેનાથી શનિદેવની કૃપા જળવાઈ રહે છે.
જો તમે શનિવારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા હોવ અને તમને કાળી ગાય દેખાયઈ જાય તો સમજી લેવું કે તમારું કામ થઈ જશે. બીજી તરફ જો આ દિવસે ઘરના દરવાજે કાળી ગાય આવે તો સમજવું કે દુખમાંથી મુક્તિ મળવાની છે.
શનિવારે પીપળાના ઝાડનું અચાનક દેખાવું પણ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારા પર શનિદેવની કૃપા છે. તેનાથી તમને તમારા કાર્યોમાં સફળતા મળશે.
સાધુ કે ગરીબ વ્યક્તિ માટે શનિવારે ઘરના દરવાજા પર આવવું પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે પરત ન જવા દેવું જોઈએ. જેના કારણે શનિદેવની કૃપા હંમેશા બની રહે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)