શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની પૂજા કરવી અને કેટલાક ઉપાયો કરવાથી શનિદેવને પ્રસન્ન કરી શકાય છે. કહેવાય છે કે શનિદેવ પ્રસન્ન થાય છે તો ભક્તોને શુભ ફળ આપે છે. તેમજ શનિદેવની ખરાબ દ્રષ્ટિ વ્યક્તિને બરબાદ કરી દે છે. તેવી સ્થિતિમાં દરેક વ્યક્તિની એવી જ ઈચ્છા હોય છે કે તેમના જીવનમાં શનિદેવની કૃપા જળવાઈ રહે.
તેના માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો વિશે જણાવ્યું છે. એટલું જ નહી શનિદેવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
આ પાંચ રાશિના જાતકો રાખે ખાસ ધ્યાન: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે ધન, મકર અને કુંભ રાશિના જાતકો શનિદેવની સાડાસાતીથી પીડાઈ રહ્યા છે. તેમજ મિથુન અને તુલા રાશિના જાતકો પર નાની પનોતી ચાલી રહી છે. તેવી સ્થિતિમાં આ પાંચ રાશિના જાતકોએ શનિવારના દિવસે શનિદેવની વિશેષ રૂપથી પૂજા કરવી જોઈએ. તેના સિવાય કુંડળીમાં નબળા શનિદેવ અને અશુભ પ્રભાવોને ઓછા કરવા માટે શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવી જોઈએ.
શનિદેવને નારાજ કરે છે આ કામ: માનવામાં આવે છે કે કોઈ પણ નબળા વ્યક્તિને હેરાન કરવાથી શનિદેવ નારાજ થઇ જાય છે. કહેવાય છે કે બીજાના પૈસા પર ખરાબ નજર નાખતા અને તેને હડપતા લોકોને શનિદેવ ક્યારેય પણ માફ નથી કરતા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્રકૃતિને નુકસાન પહોંચાડનારને શનિદેવ મોટો દંડ આપે છે. તેમજ જો તમે કોઈને દગો આપો છો તો તમારા પર પણ શનિદેવની ખરાબ દ્રષ્ટિ પડે છે.
શનિવારના દિવસે કરો આ ઉપાય: જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવના અશુભ પ્રભાવોને શાંત કરવા માટે ઘણા ઉપાયો વિશે જણાવ્યું છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. સાચા માર્ગ પર ચાલતા લોકોને શનિદેવ વિશેષ આશીર્વાદ આપે છે. જો કોઈ વ્યક્તિ પર શનિદેવનો છાયો છે તો તેમના જીવનમાં પરિવર્તન કરીને તેમને પ્રસન્ન કરવાના પ્રયાસો કરી શકો છો.
શનિવારના દિવસે ओम शं शनिश्र्चराय नमः મંત્રનો જાપ કરો. શનિવારના દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવો વિશેષ ફળદાયક હોય છે. તેમ કરવાથી શનિદેવના અશુભ પ્રભાવો ઓછા થાય છે. શનિદેવના આશીર્વાદ મેળવવા માટે શાસ્ત્રોમાં કહેવાય છે કે કાળા ધાબળાનું દાન કરવું.
માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી શનિદેવ ખુબ જ ખુશ થાય છે અને અશુભ પ્રભાવો શુભ પ્રભાવોમાં ફેરવાઈ જાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)