૩૦ ઓગસ્ટે દુનિયામાં દરેક જગ્યાએ જન્માષ્ટમી મનાવવામાં આવશે. કાન્હાનો જન્મ મોડી રાત્રે બાર વાગ્યે થાય છે. પારણામાં, વિરાજીત બાલ ગોપાલને ઝૂલા પર ઝૂલાવ્યા પછી પ્રસાદનો ભોગ લગાવે છે. તોફાની કાન્હાના ભક્તો તેમના માટે તેમનો પ્રિય પ્રસાદ જ ચઢાવે છે. કાન્હાને તેના પરંપરાગત પોષક પહેરાવવામાં આવે છે. તેને મોરમુકુટ, કાનમાં કુંડળ, હાથમાં વાંસળીથી શણગારવામાં આવે છે.
દ્રાપરયુગમાં શ્રી કૃષ્ણે બુધવારે રોહિણી નક્ષત્રમાં જન્મ લીધો હતો. આઠમની તિથીએ રાત્રી દરમિયાન જન્મ લેવાનું મુખ્ય કારણ ચંદ્રવંશી હોવાનું છે.શ્રી કૃષ્ણ ચંદ્રવંશી,ચંદ્રદેવ તેમના પૂર્વજ અને બુધ એ ચંદ્રમાના પુત્ર છે અને આ જ કારણે ચન્દ્ર્વાન્શમાં પુત્ર્વાતમાં જન્મ લેવા માટે તેમણે બુધવારનો દિવસ પસંદ કર્યો હતો.
રોહિણી ચંદ્રમાની પ્રિય પત્ની અને નક્ષત્ર છે અને આ કારને કૃષ્ણ રોહિણી નક્ષત્રમાં જન્મ્યા હતા.આઠમની તિથી શક્તિનું પ્રતિક ગણાય છે. કૃષ્ણ શક્તિસંપન્ન, સ્વયંભુ અને પરબ્રહ્મ છે જેથી તેઓ આઠમેં અવતર્યા હતા.કૃષ્ણ રાત્રી દરમિયાન એટલે જન્મ્યા હતા કારણકે ચંદ્ર રાતે નીકળે છે અને તેથી તેમણે તેમના પૂર્વજની હાજરીમાં જન્મ લીધો.
ચંદ્રદેવની એ અભિલાષા હતી કે શ્રી હારી વિષ્ણુ મારા કુળમાં કૃષ્ણ રૂપમાં જન્મ લઇ રહ્યા છે તો હું તેમના પ્રત્યક્ષ દર્શન કરી શકું. પૌરાણિક ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કૃષ્ણાવતાર સમયે પૃથ્વીથી અંતરીક્ષ સુધી પૂરું વાતાવરણ સકારાત્મક બની ગયું હતું.પ્રકૃતિ, પશુ,પક્ષી,દેવ,ઋષિ,કિન્નર દરેક લોકો હર્ષિત અને પ્રફુલ્લિત બની ગયા હતા.ચારેય બાજુ સુરમ્ય વાતાવરણ બની ગયું હતું. ધર્મગ્રંથો આધાર પર કહી શકાય કે શ્રી કૃષ્ણે યોજનાબદ્ધ રૂપથી પૃથ્વી પર મથુરાપુરીમાં અવતાર લીધો હતો.