જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફેબ્રુઆરીમાં ત્રણ મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શુક્ર ૧૫ ફેબ્રુઆરીએ ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગ્રહ સુખ, શાંતિ અને સંપત્તિના દાતા તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ગુરુ સાથે શુક્ર ગ્રહની યુતિ થશે અને આ યુતિ મે મહિનાના અંત સુધી રહેશે. તેવી સ્થિતિમાં કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય સંપૂર્ણ રીતે બદલવાનું છે. તે દરમિયાન આ ચાર રાશિના જાતકોનું ભાગ્ય ચમકવાનું છે.
મેષ: બૃહસ્પતિ અને શુક્ર ગ્રહની યુતિ મેષ રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. તે દરમિયાન આ જાતકોના વૈવાહિક જીવનમાં મધુરતા આવશે અને સન્માન વધશે. તેમજ કેટલાક જાતકોના જીવનમાં પરેશાનીઓ પણ આવી શકે છે. શાંત રહીને પરેશાનીઓ દૂર કરી શકો છો. તે દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત થશે. અટકેલા પૈસા પાછા મળશે. જો કે તે દરમિયાન તમારે શત્રુઓથી સાવધાન રહેવાની ખાસ જરૂર છે.
કર્ક: બંને શુભ ગ્રહોની યુતિથી કર્ક રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. વિદેશ જવાની ઈચ્છા રાખતા યુવાનોની તે ઈચ્છા પૂરી થઈ શકે છે. અટકેલું કામ પણ તે સમયગાળા દરમિયાન પૂર્ણ થશે. તેમજ વ્યાપારીઓ માટે પણ તે સમય શુભ છે. કોઈ મોટો સોદો નક્કી થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. તે દરમિયાન નવું વાહન ખરીદી શકો છો. આવકમાં વધારો થવાની સંભાવના છે.
મીન: જણાવી દઈએ કે શુક્ર અને ગુરુ બંને મિત્ર અને શુભ ગ્રહોની યુતિ આ રાશિમાં જ થવા જઈ રહી છે. તેથી આ રાશિના જાતકોના ભાગ્યમાં વધારો થશે. વ્યાપારમાં સારા પરિણામ જોવા મળશે. તમેજ નોકરી કરતા જાતકોનું પણ પ્રમોશન થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.
૧૨ વર્ષ પછી ગુરુ બૃહસ્પતિ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. તેથી જીવનમાં ખુશીઓનું આગમન થશે અને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)