૧૮ માર્ચ, ૨૦૨૩, શનિવાર શનિદેવને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ દિવસ છે. આજના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે જે શનિદેવને પ્રસન્ન કરવા માટે ખાસ છે. આ સાથે જ આ સમય કેટલીક રાશિના લોકોને મોટી ભેટ આપવા જઈ રહ્યો છે.
ખાસ કરીને જે લોકોને શનિની સાડાસાતી અને નાની પનોતી ચાલી રહી છે કે પછી કુંડળીમાં શનિ દોષ છે તેઓ આજે આ ઉપાય કરે તો તેમને કષ્ટોમાંથી મુક્તિ મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે શનિની નાની પનોતી કર્ક અને વૃશ્ચિક રાશિ પર ચાલી રહી છે. બીજી તરફ મીન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે.
શનિનો આજનો દિવસ વિશેષ રહેશેઃ હિંદુ પંચાંગ અનુસાર આજે ૧૮ માર્ચ, ૨૦૨૩, શનિવાર, હિંદુ નવા વર્ષના પ્રથમ મહિનાના ચૈત્ર કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ શ્રવણ નક્ષત્ર છે. ભગવાન શનિ સ્વયં શ્રવણ નક્ષત્રના સ્વામી છે. આ સાથે આ દિવસે શિવ યોગ પણ બની રહ્યો છે.
આ સિવાય શનિ અત્યારે તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં છે. આ રીતે, આ શુભ સંયોગ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સમય લઈને આવી રહ્યો છે. આ લોકોને આગામી ત્રણ મહિના સુધી શનિની કૃપાથી ઘણો ફાયદો થશે. કારણ કે આ સમય દરમિયાન શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં ખૂબ જ શક્તિશાળી થઈને ભ્રમણ કરશે.
તુલા: શનિનું પાવરફુલ થઈને કરાયેલું ગોચર તુલા રાશિના જાતકો માટે ખૂબ જ શુભ ફળ આપશે. આ લોકોને જોખમ ભરેલા રોકાણથી પણ ફાયદો થશે. પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળી શકે છે. લગ્ન થઈ શકે છે.
મકર: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ શક્તિશાળી હોવાના કારણે મકર રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ શકે છે. આ સમયે તેમની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તણાવથી રાહત મળશે. રોકાણથી લાભ થશે. કરિયર સારું રહેશે.
કુંભ: કુંભ રાશિમાં શનિનું પાવરફુલ ગોચર આ રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે કારણ કે શનિ માત્ર કુંભ રાશિમાં જ ભ્રમણ કરી રહ્યા છે. આ રીતે શનિ કુંભ રાશિની ગોચર કુંડળીમાં શશ મહાપુરુષ રાજયોગ બનાવી રહ્યા છે. જે આ લોકોને સન્માન, પૈસા અને પ્રગતિ આપશે. વેપારમાં લાભ થશે. અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)