શનિદેવ આ દિશાના હોય છે સ્વામી, ઘરમાં રાખો સાફ-સફાઈ, નહીંતર ભોગવવું પડશે ભારે કષ્ટ

શનિદેવની મહિમા અપરંપાર છે. તેઓ ન્યાય પ્રિય છે અને લોકોને તેમના કર્મો અનુસાર સારા અને ખરાબ પરિણામો આપે છે. એટલા માટે તેમને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા કહેવામાં આવે છે. લોકો તેમની કોપ દ્રષ્ટિથી બચવા માટે વિભિન્ન પ્રકારના ઉપાયો કરે છે કારણ કે જયારે પણ તેઓ કોઈના પર નકારાત્મક દ્રષ્ટિ પાડે છે તો તેમનું જીવવું મુશ્કેલ કરી દે છે.

જો કે શુભ દ્રષ્ટિ પડવાથી વ્યક્તિને ધન, સંપત્તિ, સુખ- સુવિધાઓ આપે છે. વાસ્તુ શાસ્ત્રની વાત કરીએ તો શનિદેવને પશ્ચિમ દિશાના સ્વામી માનવામાં આવે છે. ચાલો જાણીએ તેમના સંબંધિત વાસ્તુ નિયમો કયા છે.

પશ્ચિમ દિશાને શનિદેવનું સ્થાન માનવામાં આવે છે. તેવી સ્થિતિમાં ઘરની આ જગ્યાને સ્વચ્છ રાખવી જોઈએ. આ દિશામાં ગંદકી હોય તો શનિદેવ ક્રોધિત થાય છે અને વ્યક્તિને પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

જો ઘરની પશ્ચિમ દિશામાં કોઈ બારી હોય તો તે બારી પૂર્વ દિવાલમાં રહેલી બારી કરતા નાની હોવી જોઈએ. જો તેમ ના થાય તો નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે અને ઘરમાંથી સમૃદ્ધિ દૂર થઈ જાય છે.

ઘરની પશ્ચિમ દિશા ખુલ્લી હોવી જોઈએ. તે દિશા બંધ રાખવાથી ઘરના સભ્યોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. તેવી સ્થિતિમાં જો શક્ય હોય તો તે દિશાનો ભાગ ખુલ્લો રાખો.

ઘરની પશ્ચિમ દિશામાં રસોડું ના બનાવવું જોઈએ. ઘરની આ દિશામાં રસોડું રાખવાથી ધનહાનિ થાય છે અને આર્થિક સ્થિતિ નબળી પડી જાય છે અને પરિવારમાં મતભેદ રહે છે. સાથે જ પતિ- પત્નીનો બેડરૂમ પણ પશ્ચિમ દિશામાં ના હોવો જોઈએ.

ઘરની પશ્ચિમ દિશામાં દોષ હોય તો ઉપાય કરી શકાય છે. તે દિશામાં શનિયંત્ર રાખવાથી વાસ્તુ દોષ સમાપ્ત થાય છે.સાથે જ ઘરનો મુખ્ય દરવાજો પશ્ચિમ દિશા તરફ ના હોવો જોઈએ. તે દિશામાં દરવાજો હોવાને કારણે નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)