શ્રાવણમાં કરો મોરપીંછનો આ ખાસ ઉપાય, ક્યારેય નહીં થાય પૈસાની તંગી, મળશે બધા જ સુખ

ધર્મ, જ્યોતિષી અને વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ મોરપીંછને પોતાના માથા ઉપર ધારણ કરે છે. જો શ્રાવણ મહિનામાં મોરપીંછથી જોડાયેલા કેટલાક ઉપાયો કરી લો તો ભોળાનાથના સાથે- સાથે ભગવાન વિષ્ણુના પણ ખુબ આશીર્વાદ મળી શકે છે. મોરપીંછના આ ઉપાયો પૈસાની તંગી, નજર દોષ, ગ્રહ દોષોની મુક્તિમાં ખુબ અસરકારક છે. આવો જાણીએ મોરપીંછના કેટલાક ખાસ ઉપાયો.

ગ્રહ દોષોથી મુક્તિનો ઉપાય: જો કુંડળીમાં ગ્રહ દોષ હોય અને તેમના કારણે જીવનમાં ઘણી રીતની સમસ્યાઓ થાય તો તેનાથી જલ્દી છુટકારો મેળવવા માટે ઉપાય કરી લો. ગ્રહ દોષને દૂર કરવા માટે મોરના પીંછાનો ઉપાય કરી શકો છો. તેના માટે હાથમાં મોરપીંછ પકડીને અશુભ ગ્રહથી જોડાયેલ મંત્ર ૨૧ વાર બોલવા અને પછી મોરપીંછ ઉપર પાણી છાંટીને તેને પૂજા ઘરમાં મૂકી દો. થોડાક જ દિવસોમાં રાહત મળશે.

ધન પ્રાપ્તિનો ઉપાય: જો પૈસાની તંગી પીછો ના છોડી રહી હોય તો ધન પ્રાપ્તિ માટે ભગવાન કૃષ્ણ અને રાધારાણીના મંદિરમાં મોરપીંછ રાખીને પૂજા કરો. ૪૦ દિવસો પછી તેને તિજોરીમાં મૂકી દો. પૈસાની આવક વધવા લાગશે.

નજર દોષ દૂર કરવાના ઉપાય: ઘણી વાર ખરાબ નજરના કારણે બનતા કામ બગડવા લાગે છે. તેનાથી બચવા માટે મોરપીંછને ચાંદીના તાવીજ માં મૂકવું અને માથા નીચે રાખીને સૂવું. બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે આ ઉપાય ખુબ અસરકારક છે.