ઉત્તરાયણથી સૂર્ય સમાન ચમકશે આ રાશિના લોકોનું ભાગ્ય, મળશે અઢળક પૈસા

RELIGIOUS

સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ મોટો તહેવાર અને જ્યોતિષીય ઘટનાનો દિવસ છે. આ વર્ષે ૧૪ જાન્યુઆરી ૨૦૨૩ ની રાત્રે સૂર્યદેવ ગોચર કરીને મકર રાશિમાં પ્રવેશ કરશે અને બીજા દિવસે ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે. સૂર્યદેવ રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાં પ્રવેશ કરતા જ પાંચ રાશિના જાતકોનો ભાગ્યોદય થશે. આ જાતકોનું ભાગ્ય સુર્યદેવની સમાન ચમકશે અને ખુબ સફળતા, પદ- પ્રતિષ્ઠા અને ધન- સંપત્તિ મળશે. ચાલો જાણીએ શનિદેવની રાશિ મકરમાં સૂર્યદેવના પ્રવેશથી કઈ રાશિના જાતકોને મળશે સૌથી વધુ લાભ.

વૃષભ: સૂર્યદેવ મકર રાશિમાં ગોચર કરતા જ વૃષભ રાશિના જાતકોનો ભાગ્યોદય થઇ શકે છે. આ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. પિતા સાથ સંબંધ વધુ મજબૂત થશે. અપરિણીત જાતકોના લગ્ન થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં પદ- પ્રતિષ્ઠા વધશે. વિદેશથી લાભ થવાના યોગ છે.

મિથુન: સૂર્યદેવના ગોચરથી મકર રાશિમાં બની રહેલ સૂર્ય- શનિ યુતિ મિથુન રાશિના જાતકો પર શુભ પ્રભાવ પાડશે. આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રના તણાવથી રાહત મળશે. આર્થિક પ્રગતિ થશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. જો કે સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડી શકે છે.

કર્ક: સૂર્યદેવનું ગોચર કર્ક રાશિના જાતકોને ઘણી બાબતોમાં શુભ ફળ આપશે. જીવનસાથી પાસેથી મદદ મળશે. નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. વ્યાપારમાં પણ લાભ થશે. અપરિણીત જાતકોના લગ્ન નક્કી થઈ શકે છે.

વૃશ્ચિક: સૂર્યદેવનું રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિના જાતકો માટે વરદાન સમાન સાબિત થઇ શકે છે. કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. તમે સાચો નિર્ણય લેવામાં સક્ષમ હશો. કામમાં સફળતા મળશે. નવું કામ શરુ કરવા માટે સારો સમય છે.

મકર: સૂર્યદેવનું ગોચર મકર રાશિમાં જ થવાનું છે અને આ રાશિમાં જ શનિદેવ- સુર્યદેવની યુતિ થશે. તેનો સૌથી વધુ શુભ પ્રભાવ મકર રાશિના જાતકો પર પડશે. લાંબા સમયથી ચાલી રહેલ સમસ્યાથી રાહત મળશે. પ્રગતિની માર્ગ ખુલશે. જીવનસાથી પાસેથી સાથ- સહયોગ મળશે. નવી નોકરી મળી શકે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *