આજે સોમવતી અમાવસ્યા પર અત્યંત શુભ સંયોગ, રાત્રે કરવામાં આવેલા આ ઉપાય કરી દેશે માલામાલ

આજે ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૩ સોમવારના રોજ, સોમવતી અમાવસ્યાના દિવસે, શિવયોગનો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. જેના કારણે આ અમાવાસ્યાનું મહત્વ અનેકગણું વધી ગયું છે. સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને કેટલાક ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિ ઝડપથી ધનવાન બને છે. અમાવસ્યાની રાત્રે કરવામાં આવેલ આ ઉપાયો ખૂબ જ ઝડપી અસર દર્શાવે છે અને ઘણી સમસ્યાઓ દૂર કરે છે.

આજે અમાવસ્યાના દિવસે દાન અવશ્ય કરો. અમાવસ્યા પર ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન અર્પણ કરવાથી ઘણું પુણ્ય મળે છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે. તેનાથી જીવનમાં સુખ- સમૃદ્ધિ વધે છે.

સોમવતી અમાસના દિવસે માછલીઓને લોટના ગોળા ખવડાવો. તેમ કરવાથી કુંડળીના અનેક ગ્રહ દોષો અને જીવનની સમસ્યાઓ અને અવરોધો દૂર થશે. તમને પ્રગતિ અને સંપત્તિ મળશે.

અમાવસ્યા પર કાળી કીડીઓને લોટ અને ખાંડ ખવડાવો. જેના કારણે જૂના ખરાબ કર્મો પણ નષ્ટ થશે અને કાર્યોમાં સફળતા મળવા લાગશે. ધનની આવક ખુબ જ વધશે. તમને શુભ સમાચાર મળશે.

જો કોઈ વ્યક્તિ બેરોજગાર હોય અથવા નોકરી- વ્યવસાયમાં વારંવાર સમસ્યાઓનો સામનો કરી રહી હોય તો અમાવસ્યાના દિવસે મંદિરમાં લીંબુ રાખો. રાત્રે, તેને કોઈ બેરોજગાર વ્યક્તિના માથા પર સાત વાર ફેરવી દો અને પછી એક લીંબુના ચાર ટુકડા કરીને ચાર રસ્તા પર જાઓ અને તેને ચારેય દિશામાં ફેંકી દો. તેનાથી બહુ જલ્દી લાભ થશે.

અમાવસ્યાની સાંજથી ઘરના ઉત્તર- પૂર્વ ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો. દીવામાં રૂની વાટને બદલે નારાછડીનો ઉપયોગ કરો. બની શકે તો દીવાના ઘીમાં થોડું કેસર નાખો. તેનાથી માતા લક્ષ્મી જલ્દી જ પ્રસન્ન થશે અને અઢળક સંપત્તિ આપશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)