સ્કન્દ્પુરાણમાં અવન્તીખંડ અનુસાર ઉજ્જૈન રાહુ અને કેતુની જન્મભૂમી છે. સૂર્ય અને ચંદ્રગ્રહણનો દંશ દેવાવાળા આ બેવ ગ્રહો ઉજ્જૈનમાં જ જન્મ્યા હતા.અવંતિખંડની કથા અનુસાર સમુદ્રમંથનથી નીકળેલ અમૃતનું વિતરણ મહાકાલવનમાં થયું હતું. ભગવાન વિષ્ણુએ અહિયાં જ મોહિનીરૂપ ધારણ કરીને દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું હતું.
એ દરમિયાન એક રાક્ષસે દેવતાઓનું રૂપ ધારણ કરીને અમૃતપાન કરી લીધું હતું. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમનું માથું ધડથી અલગ કરી દીધું હતું. અમૃતપાનના કારણે તેના શરીરના બે ભાગ જીવિત રહ્યા અને તે બે ભાગ એટલે રાહુ અને કેતુ.રાહુ અને કેતુને જ્યોતિષમાં છાયા ગ્રહ કહેવામાં આવે છે. આ બંને ગ્રહ એક જ રાક્ષસના શરીરમાંથી જન્મ્યા છે. જેમાંથી રાક્ષસનો માથાવાળો ભાગ રાહુ કહેવાય છે જ્યારે ધડ્વાળો ભાગ કેતુ.
ઘણા જ્યોતિષ તેને રહસ્યવાદી ગ્રહ માને છે . જો કોઈની કુંડળીમાં રાહુ અને કેતુ ખોટી જગ્યાએ હોય તો મનુષ્યના જીવનમાં ભૂકંપ આવી જાય છે. તે એટલા પ્રભાવશાળી છે કે સૂર્ય અને ચંદ્રને પણ તેમના કારણે જ ગ્રહણ લાગે છે.રાહુ-કેતુ ના અસ્તિત્વની અસલ વાર્તા: દૈત્યોની પંક્તિમાં સ્વભાર્નું નામનો પણ એક દૈત્ય હતો. તેને આભાસ થયો કે મોહિની રૂપ બતાવીને દૈત્યોની સાથે છળ કરવામાં આવે છે.એવામાં તેઓ દેવતાઓનું રૂપ ધારણ કરીને છુપાઈને સૂર્ય અને ચંદ્રદેવની પાસે આવીને બેસી ગયા. જેવું તેમને અમૃત પાન મળ્યું ત્યાં જ સૂર્ય અને ચંદ્રદેવ તેને ઓળખી ગયા અને મોહિની સ્વરૂપ ધારણ કરેલ શ્રી વિષ્ણુ ભગવાનને પણ આ વિષે અવગત કર્યા.
જ્યાંઆ દૈત્ય અમૃત પાન ગળે ઉતારે એ પહેલા જ ભગવાન વિષ્ણુએ તેમના ચક્ર વડે તેનું માથું અને ધડ અલગ કરી નાખ્યા. દૈત્યે અમૃત ચાખી લીધું હતું એટલે એનું માથું અમર થઇ ગયું.કથા દર્શાવે છે કે બ્રહ્માજીએ માથાને એક સાપના શરીર જોડે જોડી દીધું જેથી એ શરીર રાહુ કહેવાયું અને ધડને સાપના માથા જોડે જોડી દીધું જે કેતું કહેવાયું.પૌરાણિક કથા અનુસાર સૂર્ય અને ચંદ્ર દ્વારા આ દૈત્યની પોલ ખોલાઈ હોવાથી રાહુ એ સૂર્ય અને ચંદ્રના વેરી બની ગયા.