કેરળના તિરુવનંતપુરમ જિલ્લાના કાંજીરામકુલમની રહેવાસી, જે આજકાલ ઘણી ચર્ચામાં છે. ચર્ચાનું કારણ એની વાર્તા છે, જેને સાંભળી કોઈપણ પ્રભાવિત થશે. તે ૨૧ વર્ષના થતાં પહેલાં તેના પતિથી અલગ થઈ ગઈ હતી. તેના માતાપિતાએ તેને અને તેમના આઠ મહિનાના પુત્રને સાથે રાખવાની ના પાડી. આ પછી તેણે તેની દાદીના ઘરે રહીને સંઘર્ષ શરૂ કર્યો. આજીવિકા મેળવવા માટે, તેણે ઘરે ઘરે જઈને માલસામાન વેચ્યો અને ઉત્સવના પ્રસંગોએ તહેવારના મેદાનમાં લીંબુનું શરબત અને આઈસ્ક્રીમની લારી પણ લગાવી હતી.
તે હાલમાં ૩૧ વર્ષની છે અને તેણે હાલમાં જ વર્કલા પોલીસ સ્ટેશનમાં સબ-ઇન્સ્પેક્ટરનો કારોબાર સંભાળ્યો છે. તેના સબ ઇન્સ્પેક્ટર બન્યા પછી, સોશિયલ મીડિયા, નેતાઓથી લઈને ફિલ્મ સ્ટાર્સ અને અન્ય લોકો સોશિયલ મીડિયા પર તેને અભિનંદન આપી રહ્યા છે.
મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અભ્યાસ છોડ્યો નહીં: કોલેજના પ્રથમ વર્ષમાં, તેને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો. તેણે તેના માતાપિતાને તેની સાથે લગ્ન કરાવવા કહ્યું, પરંતુ તેના માતાપિતાએ તેના લગ્ન બીજા કોઈ છોકરા સાથે કરાવ્યા. તે લગ્ન પછી ટૂંક સમયમાં માતા બની હતી, પરંતુ તે પછી તરત જ તેણે તેના પતિને છોડી દીધો હતો. આ દરમિયાન પણ તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને તેણે ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ મેળવી.
અનિએ લીંબુ શરબત અને આઈસક્રીમ અને ઘરે ઘરે માલ વેચવા સિવાય બેન્કોમાં વીમા પોલિસીનું પણ કરતી હતી. મોટા શહેરમાં હોવાથી અને સિંગલ માતા હોવાને કારણે, લોકો તેને ભાડા પર મકાન આપતા ન હતા. અને જો આપે તો થોડા સમય પછી તેને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવતી હતી. ઘર બદલતી વખતે અને નવું મકાન શોધતી વખતે લોકો ગંદા નજરથી તેની તરફ જોતા. તેનાથી બચવા માટે તેણે ‘બોય કટ’ હેરસ્ટાઇલ રાખવાનું નક્કી કર્યું હતું.
એક સંબંધીએ તેની સંઘર્ષવાળા સમયમાં તેની મદદ કરી. તેણે તેને પોલીસની પરીક્ષાની તૈયારી કરવાનું કહ્યું અને સાથે સાથે તેના અભ્યાસ અર્થે મદદ કરીને તેની આર્થિક મદદ પણ કરી હતી. તેને પ્રથમ ટ્રાયમાં જ સફળતા મળી અને તે સિવિલ પોલીસ અધિકારી બની. ત્રણ વર્ષ પછી, તેણે સબ-ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી. તે ને દોઢ વર્ષની તાલીમ બાદ શનિવારે વરકલા પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનરી સબ-ઇન્સ્પેક્ટર તરીકે નિયુક્ત કરાઈ છે.જ્યાં સુધી આપણે પોતે હાર ન માની લઈએ ત્યાં સુધી આપણી હાર નહીં હોય.
અનીએ કહ્યું, “મને આઈપીએસ અધિકારી તરીકે જોવું એ મારા પિતાનું સ્વપ્ન હતું. તેથી જ મેં ખૂબ જ મેહનત થી અભ્યાસ કર્યો. નોકરી મેળવવી એ મારું મિશન બની ગયું હતું. જીવનના સંજોગો પર રડવાનો કોઈ ફાયદો નથી. આપણે છલાંગ લગાવવી પડે છે. અમારી હાર જ્યાં સુધી હાર ન હોય જ્યાં સુધી આપણે નક્કી ન કરીએ કે આપણે હારી ગયા છે ત્યાં સુધી હાર નથી. “