સૂર્ય દેવ ઓક્ટોબર મહિનામાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય દેવ ૧૭ ઓક્ટોબર ૨૦૨૨ની સાંજે ૦૭:૦૯ કલાકે બુધની કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવના રાશિ પરીવર્તની દરેક રાશિઓ પર અસર પડશે. જ્યોતિષ અનુસાર આ પ્રભાવ કેટલીક રાશિ પર સારો પડશે તો કેટલીક રાશિ પર ખરાબ પડશે. ચાલો જાણીએ સૂર્ય ગ્રહના રાશિ પરિવર્તનની રાશિઓ પર કેવી અસર પડશે.
મેષ: આ રાશિના જાતકોને આ દરમિયાન પારિવારિક વિવાદોનો સામનો કરવો પડી શકે છે. ત્યાં કાર્યસ્થળ પર સહકર્મચારીઓ સાથે પણ મતભેદ થઇ શકે છે. કાર્યનું પરિણામ મળવામાં સમય લાગશે.
વૃષભ: સ્થાન પરિવર્તન માટે આ સમય યોગ્ય સાબિત થઇ શકે છે. વ્યાવસયિક જાતકોને વ્યવસાય વધારવાનો ચાન્સ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકોને આ દરમિયાન સારા પરિણામ મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ થઇ શકે છે.
મિથુન: આ રાશિના જાતકોને ધન હાનિ થઇ શકે છે. કાર્યોને પૂર્ણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયમાં પણ લાંબા સમયે લાભ મળી શકે છે.
કર્ક: સૂર્યના તુલા રાશિમાં પ્રવેશથી આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં વિવાદનો સામનો કરવો પડી શકે છે. તેમજ આર્થિક મુશ્કેલીઓ પણ આવી શકે છે.
સિંહ: કરિયર માટે આ સમય શ્રેષ્ઠ છે. કાર્યસ્થળ પર સરળતાથી કાર્ય પૂર્ણ થઇ શકે છે. સ્વાસ્થ્ય બાબતે આ સમય સારો રહેવાનો છે. જોકે કેટલાક જાતકોને તણાવ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
કન્યા: બજેટ તૈયાર કરીને જ ખર્ચ કરો અથવા આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સમજી વિચારીને જ રોકાણ કરો. અકસ્માતનો પણ શિકાર થઇ શકો છે.
તુલા: કરિયરમાં ઉતાર- ચઢાવની સ્થિતિ રહી શકે છે. જાતકોના આત્મવિશ્વાસમાં ઘટાડો થઇ શકે છે. તેનો ધન વગેરે લાભ થઇ શકતો નથી. આ દરમિયાન કેટલાક જાતકોને ત્વચા સંબંધિત બીમારીઓ થઇ શકે છે.
વૃશ્ચિક: કાર્યસ્થળ પર વિરોધીઓ તમને નુકશાન પહોંચાડી શકે છે. વિદેશથી જોડાયેલ વ્યવસાય કરનાર જાતકો માટે આ સમય અનુકુળ રહે છે. આ દરમિયાન લોન લેવાથી બચો.
ધન: કરિયરમાં સારા પરિણામ મળી શકે છે. પ્રમોશન થવાની શક્યતાઓ છે. તેમજ પગારમાં વધારો થવાની શક્યતા છે. ધનલાભની સાથે યાત્રા કરવાનો પણ ચાન્સ મળી શકે છે.
મકર: રોકાયેલા દરેક કાર્ય આ દરમિયાન પૂર્ણ થશે. કાર્યસ્થળ પર કામમાં આવતી સમસ્યાઓનું નિવારણ આવી શકે છે. વ્યવસાયિક જાતકોને આ દરમિયાન લાભ થઇ શકે છે.
કુંભ: કાર્યસ્થળ પર પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. આ રાશિના જાતકો આ દરમિયાન કોઇપણ નવું કાર્ય શરુ ના કરો નહીતર આર્થિક નુકશાન થઇ શકે છે.
મીન: રોકાણ કરવા માટે આ સમય યોગ્ય છે. વ્યવસાયી જાતક આ દરમિયાન રોકાણ કરી શકે છે પરંતુ પૈસા ઉધાર લેવાનું ટાળો. વડીલોની સલાહથી જ કોઈ મોટો નિર્ણય લો. આંખો જેવી બીમારીઓનો તમારે સામનો કરવો પડી શકે છે.