સૂર્યગ્રહણ પછી બની રહ્યો છે ભાઈબીજનો આવો શુભ સંયોગ, જાણો તિલક અને પૂજા કરવાનું સૌથી શુભ મુહુર્ત

દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની બીજી તિથીએ ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે. ભાઈ બીજના અવસરે બહેનો તેમના ભાઈના કપાળ પર તિલક કરે છે. પછી આરતી ઉતારે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ વખતે સૂર્યગ્રહણ પછીના દિવસે આવનાર ભાઈ બીજનો આ સંયોગ લગભગ ૫૦ વર્ષ પછી બન્યો છે. આ ખૂબ જ વિશેષ અને શુભ સંયોગને કારણે ભાઈ- બહેન વચ્ચે પ્રેમ વધશે.

ભાઈ બીજની માન્યતા:  ભાઈ બીજના શુક્લ પક્ષના બીજા દિવસે એટલે કે કારતક માસના દિવસે યમુના મૈયાએ બપોરે પોતાના ભાઈ યમરાજને ઘરે ભોજન કરાવ્યું હતું. તેથી આ તહેવારને ભાત્ર દ્વિતિયા અથવા યમ દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તિથીએ ભાઈ બીજ ઉજવવાની પરંપરા છે.

એવું માનવામાં આવે છે કે ભાઈ બીજના દિવસે બહેનોના ઘરે ભોજન કરવાથી ભાઈની ઉંમર વધે છે. ચાલો જાણીએ ભાઈ બીજના શુભ મુહૂર્ત, તિલકની સાચી વિધિ અને મંત્ર વિશે.

ભાઈ બીજ ૨૦૨૨ નું શુભ મૂહર્ત: આ વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વિતિયા તિથિ ૨૬ ઓક્ટોબરના રોજ બપોરથી શરૂ થઈને ૨૭ ઓક્ટોબરની બપોરે પૂરી થઈ રહી છે. તેવી સ્થિતિમાં આ વખતે ભાઈ બીજનો તહેવાર ૨૬ અને ૨૭ એમ બંને દિવસે મનાવવામાં આવી રહ્યો છે પરંતુ ૨૬ ઓક્ટોબર શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘણા જ્યોતિષીઓ અનુસાર દ્વિતિયા 26 ઓક્ટોબરના રોજ ૧૨:૪૫ કલાકે સમાપ્ત થાય છે તેથી આ તહેવાર ૨૬ ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે.

૨૬ ઓક્ટોબરે ૧૦.૨૧ કલાકથી ૧૨.૦૧ વાગ્યા સુધીનો શુભ સમય છે. ૨૭ એ ગુરુવાર છે. તે દિવસ મુજબ સવારે ૧૦.૩૦ કલાકથી દિવસના ૩ વાગ્યા સુધીનો શુભ સમય રહેશે. ૧૨.૧૪ કલાકથી ૧૨.૪૭ કલાક સુધી ભાઈ બીજ પર તિલક કરવાનો વિશેષ સમય ખૂબ જ શુભ રહેશે.

ભાઈ બીજ ૨૦૨૨ પૂજા વિધિ: કારતક મહિનાની બીજી તિથિએ સવારે ચંદ્રના દર્શન કરો. ત્યાર પછી યમુના નદીમાં સ્નાન કરો. જો તમે જઈ નથી શકતા તો ઘરે સ્નાન કરો. ત્યાર પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને બપોરે બહેનને તિલક લગાવવાની સાથે તેમને ભેટ પણ આપવી. ભાઈને તિલક કરવા માટે સૌ પ્રથમ આરતીની થાળી શણગારવી જોઈએ. સિંદૂર, ચંદન, ફળો, ફૂલ, સોપારી, મીઠાઈ, કુમકુમ, મીઠાઈ વગેરે જેવી બધી જરૂરી સામગ્રી રાખો.

હવે શુભ સમયે ભાઈનું તિલક કરો. ત્યાર પછી ભાઈને ફૂલ, પતાશા, સોપારી, કાળા ચણા વગેરે ચઢાવો અને તેમની આરતી કરો. ભાઈ હંમેશા તેની બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે. તિલક કરતી વખતે બહેને આ મંત્રનો જાપ કરવો જોઈએ. गंगा पूजा यमुना को, यमी पूजे यमराज को। सुभद्रा पूजे कृष्ण को, गंगा यमुना नीर बहे मेरे भाई आप बढ़ें, फूले फलें।  (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)