ભારતનું એકમાત્ર એવું મંદિર, જેને કોઈ ભારતીયે નહિ પરંતુ એક અંગ્રેજે બનાવડાવ્યું હતું જાણો રોચક કથા

RELIGIOUS

અંગ્રજોએ વર્ષો સુધી ભારત પર રાજ કર્યું.સેંકડો વર્ષો સુધી સોનાની ચીડિયા કહેવાતો દેશ ગુલામીના જંજીરોમાં કેદ રહ્યું.અંગ્રેજોએ ના કેવળ આપડી સંપતિ લુટી પરંતુ આપડી સંસ્કૃતિને પણ નુકસાન પહોચાડ્યું. આમ તો ઘણા વિદેશી શાસકોએ ભારત પર આક્રમણ કર્યું પરંતુ બધાએ કોઈને કોઈ રીતે ભારતીય સંસ્કૃતિને અપનાવી,તેમાં બદલાવ કાર્ય. અગ્રેજો ક્યારેય ભારતનો હિસ્સો ના બની શક્યા. તે હંમેશા ખુદને ઉત્કૃસ્ટ અને બીજા દેશોને જંગલી અથવા સંસ્કૃતીવિહીન સમજતા હતા.

ભારતમાં મિશનરીએ અંગ્રેજી રિતી-રીવાજો અને ઇસાઈ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો, ભારતમાં ઘણા ગિરજાઘરોનું નિર્માણ કર્યું.અંગ્રેજોએ ભારતીયોની ભારતીયતા ક્યારેય ના અપનાવી. પરંતુ કોઈક અંગ્રેજ એવા હતા જેમને ભારતીય સંસ્કૃતિ સારી લાગી અને તેમાનાજ એક અંગ્રેજે ભારતમાં મંદિરનું નિર્માણ કરાવ્યું.અને ભારતનું એકમાત્ર એવું મંદિર છે કે જેને કોઈ અંગ્રેજે બનાવડાવ્યું.

મધ્યપ્રદેશના અગર્માલવા જિલ્લા માં બૈજનાથ મંદિર છે જેને ૧૮૩૩માં એક અંગ્રેજ દંપતીએ બનાવડાવ્યું હતું. એક લેખ મુજબ અંગ્રેજ Lieutenant Colonel C.Martin અફઘાનીઓ સામે યુદ્ધ કરવા ગયા હતા અને સહી-સલામત પાછા આવ્યા. અંગ્રેજ ના કહેવા મુજબ મહાદેવજીએ યોગીનો વેશ ધારણ કરીને તેમની રક્ષા કરી હતી. Lieutenant Colonel Martin ને મધ્યભારતમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું. અને તેઓને  અફ્ઘાનીઓને સબક શીખવાડવા માટે બોર્ડર પર મોકલ્યા હતા.

Lieutenant Colonel Martin યુદ્ધની જગ્યાએથી પોતાની પત્નીને કાયમ પત્ર  લખતા હતા પરંતુ એકદિવસ અચાનક તેમના પત્ર આવતા બંધ થઇ ગયા.બોર્ડર પર અફઘાનીઓ અંગ્રેજો પર ભારે પડી રહ્યા હતા.જેથી Martin ની પત્નીની ચિંતાઓ વધવા લાગી. એક દિવસ તેણીની વૈજનાથ મંદિર પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યાં તેમને ઘંટ અને શંખના અવાજ સંભળાયા. અને તેઓ મંદિરની અંદર પહોચ્યા. મંદિરની સ્થિતિ સારી ના હતી. અંદર જે બ્રામણોને તેણીએ  પોતાની સમસ્યા કહી. મહારાજોએ તેણીને કહ્યુકે ભગવાન શંકર સૌ કોઈનું સાંભળે છે અને ભક્તોના કસ્ટ હરે છે. મહારાજોએ તેણીને ૧૧ દિવસ સુધી લઘુરુદ્રી અનુષ્ઠાન કરવાનું કહ્યું.

કહેવાય છે કે અંગ્રેજની પત્નીએ ભગવાન શિવની માનતા માની હતી કે જો તેના  પતિ પાછા આવી જાય તો તેઓ ફરીથી શિવમંદિરને બનાવડાવશે.અનુસ્થાનના ૧૧માં દિવસે તેણીને તેના પતિનો પત્ર મળ્યો અને તેને જાણ થઇ કે અંગ્રેજો યુદ્ધ જીતી ગયા છે અને તેનો પતિ સહી-સલામત છે.

આની સાથે બીજી એક વાર્તા પણ પ્રચલિત છે કે Lieutenant Colonel Martin ણે યુદ્ધના સ્થળે વાઘની ખાલ અને ત્રિશુળ સાથે એક યોગી મળ્યા હતા. તેમણે જણાવ્યુકે કેવીરીતે તેઓ અફ્ઘાનીઓની કેદમાં હતા અને આ યોગીએ અફઘાનીઓ પર પ્રહાર કર્યો અને અફ્ઘાનીઓએ પાછુ હટવું પડેલું. Lieutenant Colonel Martin એ એમપણ કહ્યું છેકે યોગીએ તેમને જણાવ્યું કે તેની પત્નીની પૂજા અને ભક્તિથી તેઓ પ્રસન્ન થયા છે.
અને ત્યારબાદ ઇંગ્લેન્ડ પાછા ફરતા પહેલા આ દંપતીએ મંદિરનું પુનનિર્માણ કરાવવા ૧૫૦૦૦ રૂપિયા દાનમાં આપ્યા હતા.
વૈજનાથ મંદિરની અંદર એક પત્થર પર આ લખાણ છે. સ્થાનિક લોકો આ વાર્તાને  સાચી પણ દર્શાવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *