કહેવાય છે કે પ્રેમ કર્યા બાદ દુનિયા ઘણી ખુબસુરત લાગ્બા લાગે છે. જો સાચો પ્રેમ કરનારો પાર્ટનર મળી જાય તો આખું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે પરંતુ કેટલાક લોકોને પ્રેમના નામથી જ ડર લાગી જાય છે. આ લોકો પ્રેમ કરવાથી બચવાની દરેક શક્ય કોશિશ કરે છે. ત્યાં સુધી કે કોઈ તેમને પ્રેમ કરે તો પણ તેઓ તેને નજરઅંદાજ કરે છે. તેની પાછળ કારણ છે કે કોઈની બેવફાઈ સહન નથી કરી શકતા. જ્યોતિષ અનુસાર કેટલીક રાશિઓના જાતક માત્ર સાચા પ્રેમમાં જ વિશ્વાસ રાખે છે.
પ્રેમથી કેમ ડરે છે આ રાશિઓ? મેષ: મેષ રાશિના લોકો પોતાના નજીકના લોકોને લઈને ઘણા પઝેસીવ રહે છે અને તેઓ હમેશા તેમની સાથે જ જોડાયેલા રહેવાનું પસંદ કરે છે. તેઓ એ વાતને ક્યારેય પણ સહન નથી કરી શકતા કે તેમનો પાર્ટનર તેમને દગો આપે. આવી પરિસ્થિતિમાં તેઓ સબંધ પૂરો કરી દેવામાં ડર નથી રાખતા.
સિંહ: સિંહ રાશિના લોકો બહુ ઓછો જ પ્રેમ કરવાનો ચાન્સ ળે છે. તેઓ ઉપરથી ભલે ગમે તેટલા સાહસિક દેખાય પરંતુ અંદરથી તો પોતાના પાર્ટનરને લઈને ઘણા ડરેલા જ હોય છે. તેઓ જયારે કોઈને પ્રેમ કરે છે તો તેને નિભાવે છે અને સામેવાળો દગો આપી દે છે તો તેનો બદલો લેવા પર પણ ઉતરી આવે છે.
કન્યા: કન્યા રાશિના લોકો તો પોતાના પાર્ટનરને લઈને ઘણા ઈમાનદાર હોય છે અને સામેની તરફથી પણ એવી જ આશા રાખતા હોય છે પરંતુ જો પાર્ટનર દગો આપે તો તેનાથી દુર થઇ જવાનું જ યોગ્ય માનતા હોય છે એટલે આ રાશિના લોકો પણ પ્રેમ કરવાથી ઘણીવાર દુર જ રહેવાનું પસંદ કરતા હોય છે.
ધન: ધન રાશિના લોકો માટે પાર્ટનરનો દગો સહન કરવો ખુબ જ અઘરો રહેતો હોય છે. ઘણીવાર તેવા જાતક પાર્ટનરની દગાખોરી, બેવફાઈના કારણે ખુબ જ નિરાશ થઇ જતા હોય છે. પછી તેઓ પાર્ત્ન્રથી હમેશા માટે દુર થઇ જવાનો જ વિકલ્પ પસંદ કરતા હોય છે.