ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. તેમની પૂરા મનથી પૂજા કરવાથી તેઓ ભક્તોના બધા કષ્ટો દૂર કરે છે. એવી માન્યતા છે કે જેમને પણ ગણપતિજીના આશીર્વાદ મળે છે તેમનું જીવન સફળ થઇ જાય છે. ભગવાન શિવજી અને માતા પાર્વતીજીના પુત્ર ગણેશજીને બધા દેવતાઓમાં પ્રથમ સ્થાન મળ્યું છે. કોઈ પણ ધાર્મિક અથવા માંગલિક કાર્ય હોય તો સૌથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે.
એવી માન્યતા છે કે સૌથી પહેલા ગણેશજીની પૂજા કરવાથી દરેક કાર્ય સિદ્ધ થાય છે. ગણેશજી તેમના ભક્તોના બધા કષ્ટો દૂર કરે છે. તેથી તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. ગણેશજીની કેટલીક રાશિના જાતકો પર કૃપા રહે છે. ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.
મેષ: મેષ રાશિના જાતકોને ભગવાન ગણેશજીના વિશેષ આશીર્વાદ મળ્યા છે. તેવી સ્થિતિમાં આ રાશિના જાતકોએ દરરોજ ભગવાન ગણેશજીની વિધિ- વિધાનથી પૂજા કરવી જોઈએ. તેમ કરવાથી તેમના દરેક કર્યો સફળ થાય છે. તેમને કોઈ પણ પરેશાનીનો સામનો નથી કરવો પડતો.
મિથુન: મિથુન રાશિના જાતકો પર ભગવાન ગણેશજી હંમેશા દયાળુ રહે છે. તેમની કૃપાથી આ રાશિના જાતકોની બુદ્ધિ ઘણી તેજ હોય છે. ખાસ કરીને શિક્ષાના ક્ષેત્રમાં ઘણું સારૂ પ્રદર્શન કરે છે. તેથી આ રાશિના જાતકોએ ગણેશજીની નિયમિત પૂજા કરવી જોઈએ.
મકર: મકર રાશિના જાતકો ઈમાનદાર અને વિશ્વાસપાત્ર હોય છે. સાથે જ ઘણા મહેનતુ પણ હોય છે. આ જાતકો પર વિશ્વાસ કરી શકાય છે. તેથી આ રાશિના જાતકો પર ભગવાન ગણેશજી ખુબ જ દયાળુ હોય છે. મકર રાશિના જાતકોએ દરરોજ ગણપતિજીનું ધ્યાન કરવું જોઈએ. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)