આ ત્રણ રાશિના લોકો જલ્દી બનશે અમીર! શનિ- સૂર્ય આપશે ભારે પૈસા, થાકી જશો ગણતા- ગણતા

RELIGIOUS

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યદેવ મહિનામાં એકવાર રાશિ પરિવર્તન કરે છે. તેમજ શનિદેવ અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યદેવને શનિદેવના પિતા માનવામાં આવે છે. વર્ષ ૨૦૨૩ માં શનિદેવ અને સૂર્યદેવ એટલે કે પિતા- પુત્ર શનિદેવની રાશિ કુંભ રાશિમાં યુતિ કરવા જઈ રહ્યા છે. શનિદેવ ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ કુંભમાં પ્રવેશ કરશે અને સૂર્યદેવ ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ કુંભમાં પ્રવેશ કરશે.

પુત્ર શનિદેવના ઘર કુંભ રાશિમાં શનિદેવ અને સૂર્યદેવ બંનેની એકસાથે હાજરી એ એક મહાન જ્યોતિષીય ઘટના છે. આ ઘટનાની ખૂબ જ મહત્વપૂર્ણ અસર દરેક રાશિના જાતકો પર પડશે. ચાલો જાણીએ કઈ રાશિ માટે સૂર્યદેવ અને શનિદેવનો સંયોગ ખૂબ જ શુભ રહેશે.

મેષ: મેષ રાશિના જાતકો માટે શનિદેવ અને સૂર્યદેવનો સંયોગ ખૂબ જ શુભ ફળ આપશે. સૌથી વધુ લાભ આવકની દ્રષ્ટિએ થશે. આવકમાં વધારો થશે. ધન આગમનના નવા રસ્તાઓ ખુલશે. જૂના રોકાણથી લાભ થશે. ભાગીદારીમાં વ્યાપાર કરતા જાતકોને લાભ થશે.

કન્યા: કન્યા રાશિના જાતકો માટે કુંભ રાશિમાં સૂર્યદેવ અને શનિદેવની યુતિ શત્રુઓ પર વિજય અપાવશે. નોકરીમાં પ્રગતિ થશે. જે જાતકો કરિયરમાં પરિવર્તન ઈચ્છે છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે. વ્યાપારમાં વૃદ્ધિ થશે. જૂના રોગથી છુટકારો મળી શકે છે.

તુલા: સૂર્યદેવ અને શનિદેવનો સંયોગ તુલા રાશિના જાતકોને મજબૂત લાભ આપશે. આ જાતકોને કરિયર અને આર્થિક સ્થિતિની બાબતમાં લાભ જરૂર મળશે. પરિવાર અને સંતાન તરફથી પણ ખુશીઓ મળશે. પ્રેમ જીવનમાં મધુરતા આવશે. નવી નોકરી મળી શકે છે. રોકાણથી લાભ થશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *