ત્રણ રાશિના લોકો માટે અતિ સૌભાગ્યશાળી રહેશે ચૈત્ર નવરાત્રિ, મળશે માતાજીની અસીમ કૃપા

RELIGIOUS

હિન્દુ ધર્મમાં માતાજીની નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રી વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ બે વખત અને એક ચૈત્ર મહિનામાં અને બીજી શારદીય નવરાત્રિ. તમામ નવરાત્રીઓનું પોત-પોતાનું અલગ- અલગ મહત્વ હોય છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 22 માર્ચથી ઉજવવામાં આવશે અને 30 માર્ચે સમાપ્ત થશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ નવ દિવસમાં માતા પૃથ્વી પર ભક્તોની વચ્ચે હોય છે અને તેમની પૂજાથી પ્રસન્ન થઈને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ વખતે નવરાત્રિ પર કેટલાક ખાસ યોગોનું નિર્માણ થઇ રહ્યું છે. તેવી સ્થિતિમાં જાણો કઈ રાશિ માટે આ નવરાત્રિ ખૂબ જ ખાસ રહેવાની છે.

મેષઃ- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિ પર બનેલા વિશેષ યોગ આ રાશિના લોકોના જીવનમાં વિશેષ લાભ આપશે. આ દરમિયાન અટકેલા કામ પૂર્ણ થશે અને તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.

જણાવી દઈએ કે આ વખતે માતાજી હોડી પર સવાર થઈને આવી રહ્યા છે. તેવી સ્થિતિમાં તમારું બગડેલું કામ થઈ શકે છે. ઉપાયઃ- આ વખતે નવરાત્રિમાં અખંડ જ્યોતિ પ્રગટાવો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.

વૃષભ: આ રાશિના લોકો માટે માતાજીનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં સફળતા મળશે. પ્રમોશનની શક્યતાઓ રહેલી છે. કોઈપણ કામમાં હાથ લગાવતા પહેલા માતાજીનું ધ્યાન ધરો. લાભ થશે.

સિંહઃ આ રાશિના લોકો માટે ચૈત્ર નવરાત્રિનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે નોકરી શોધી રહ્યા છો, તો ટૂંક સમયમાં નોકરીની તકો જોવા મળી રહી છે. તો બીજીતરફ તમારા માટે લગ્નનો પ્રસ્તાવ પણ આવી શકે છે.

તુલા: ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમય દરમિયાન નવી નોકરીની ઓફર પણ મળી શકે છે. સારા સમાચાર મળવાની પણ સંભાવના છે. આ સાથે જ તમને નવા સંબંધમાં આવવાની તક મળશે. આ સમયગાળામાં સકારાત્મક પરિણામ મળવાના સંકેતો છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *