તુલસીની પાસે આ પાંચ વસ્તુ રાખવી હોય છે અશુભ, જતી રહે છે ઘરની બરકત

હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેને દેવીની જેમ પૂજવામાં આવે છે. કહેવાય છે કે તુલસી માતાને પ્રસન્ન કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો નિવાસ થાય છે. એટલા માટે લોકો દરરોજ તુલસીને જળ ચડાવે છે અને સવાર- સાંજ દિવા પ્રગટાવે છે પરંતુ ઘણી વખત જાણતા- અજાણતા આપણે તુલસી પાસે કેટલીક એવી વસ્તુઓ રાખી દઈએ છીએ જે વર્જિત હોય છે. જેના કારણે તુલસી માતા ગુસ્સે થાય છે. ત્યારે લાભની જગ્યાએ આપણને નુકસાન થાય છે. એટલા માટે ભૂલથી પણ તુલસી પાસે આ વસ્તુઓ ના રાખો.

શૂઝ- ચપ્પલઃ ભૂલથી પણ તુલસીના છોડ પાસે ચંપલ- ચપ્પલ જેવી વસ્તુઓ ના રાખવી. તેવી વસ્તુઓ નકારાત્મક ઉર્જાથી ભરેલી હોય છે. તેમને તુલસી પાસે રાખવાથી અશુભ સાબિત થઈ શકે છે. આ સિવાય આ શૂઝ અને ચપ્પલ સત્તર જગ્યાએ થઈને આવેલા હોય છે. તેમાં પણ ઘણી ગંદકી છે. એટલા માટે તેને તુલસી પાસે રાખવાથી તમે પાપના ભાગીદાર બની શકો છો. તુલસી માતા તમારાથી નારાજ થઈ શકે છે.

સાવરણી- ડસ્ટબિન: તુલસી પાસે સાવરણી અને ડસ્ટબિન જેવી વસ્તુઓ રાખવાનું ટાળો. આ બંને વસ્તુઓ ગંદકી અને નકારાત્મકતાના સંપર્કમાં પણ આવેલી હોય છે. તુલસી પાસે રાખવાથી તેની શુદ્ધતા પર અસર પડી શકે છે. તેનાથી સકારાત્મક ઉર્જાથી ભરેલી તુલસી પર નકારાત્મક અસર થાય છે, તો તમારે તેના ખરાબ પરિણામો ભોગવવા પડે છે.

શિવલિંગઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર શિવલિંગને તુલસી પાસે ના રાખવું જોઈએ. ઘણા લોકો તુલસીના વાસણમાં નાનું શિવલિંગ રાખે છે. પરંતુ તેમ કરવું યોગ્ય નથી હોતું. ધાર્મિક માન્યતાઓ અનુસાર પણ ભગવાન શિવને તુલસી નથી ચઢાવવામાં આવતી. એટલા માટે શિવલિંગને તુલસીની પાસે રાખવાની ભૂલ ના કરવી.

ગણેશજી: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગણેશજીની મૂર્તિ કે ચિત્ર તુલસી પાસે ના રાખવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર તેને પણ શુભ નથી માનવામાં આવતું. જો તમે તેવું કરો છો તો તમારે લાભની જગ્યાએ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે ગણેશજી અને તુલસી વચ્ચે અંતર જાળવવું જોઈએ.

કાંટાવાળા છોડઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભૂલથી પણ તુલસીના છોડ પાસે કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ. જેના કારણે તુલસીનો શુભ પ્રભાવ ઓછો થવા લાગે છે. આ કાંટાવાળા છોડને પણ વાસ્તુ અનુસાર અશુભ માનવામાં આવે છે. તેનાથી નકારાત્મક ઉર્જા વહે છે. જેના કારણે તેઓ તુલસીની સકારાત્મક ઉર્જાને ખતમ કરી શકે છે. આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. તમે પણ તેને બને તેટલું શેર કરીને અન્ય લોકો સાથે વહેંચી પણ શકો છો.