આ મહિનામાં તુલસી પૂજા કરવી હોય છે ખુબજ ફળદાયી, સવાર- સાંજ કરો આ કામ, પછી જુઓ માં લક્ષ્મીની કૃપા

હિંદુ ધર્મમાં તુલસીને પૂજનીય માનીને તેની દરરોજ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે તુલસીના છોડમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. તે જ કારણે લોકો માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે તુલસીના છોડની પૂજા કરે છે. કારતક મહિનામાં તુલસીની પૂજાનું મહત્વ અનેક ગણું વધી જાય છે.

વાસ્તવમાં કારતક મહીને ભગવાન વિષ્ણુજી યોગ નિંદ્રામાંથી જાગે છે. તેના સિવાય આ મહિનામાં તુલસી વિવાહ પણ કરવામાં આવે છે. ચાલો જાણીએ કારતક મહિનામાં તુલસી પૂજાનું મહત્વ અને તેના ફાયદા

હિંદુ ધર્મમાં કારતક મહિનો માં તુલસીની પૂજા માટે સમર્પિત છે. માન્યતા છે કે આ મહીને તુલસી પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે કારતક મહિનામાં તુલસી પૂજા કરવાથી ઘર- પરિવારમાં માં લક્ષ્મીની કૃપા બની રહે છે. તેમજ દરેક પ્રકારના દુખો અને કષ્ટ દૂર થઇ જાય છે. આ વર્ષે ૧૦ ઓક્ટોબરથી કારતક મહિનો શરુ થઇ રહ્યો છે.

કારતક મહિનામાં તુલસી પૂજાના ફાયદા: હિંદુ ધર્મની માન્યતા અનુસાર જો મૃત્યુ પછી મૃતકના મોઢામાં એક તુલસીનું પાંદડું રાખવામાં આવે તો મૃતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વાસ્તવમાં તેની પાછળનુ કારણ છે કે તુલસી ભગવાન વિષ્ણુના મસ્તકને શણગારે છે. કહેવાય છે કે તુલસીનું પાંદડું મોઢામાં રાખવાથી વ્યક્તિને સજાનો સામનો કરવો પડતો નથી. મૃતક સીધા સ્વર્ગને પ્રાપ્ત કરે છે.

કારતક મહિનામાં તુલસીના છોડનું મહત્વ: કારતક મહિનામાં તુલસી પૂજન સાથે તુલસીના છોડને લગાવવુ પણ શુભ છે. કારતક મહિનામાં તેને લગાવાના ખાસ નિયમો પણ જણાવ્યા છે. જ્યોતિષ શાસ્ત્રના જાણકારો અનુસાર કારતક મહિનામાં તુલસીનો છોડ લગાવો શ્રેષ્ઠ છે. માન્યતા છે કે આ મહીને તુલસીનો છોડ લગાવીને તેની દરરોજ પૂજા કરવાથી વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે.

માન્યતા અનુસાર આ પવિત્ર મહિનામાં દરરોજ સ્નાન કરીને તુલસીને જળ ચડાવીને તેની પરિક્રમા જરૂર કરવી જોઈએ. તેવું કરવાથી માં લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેના સિવાય કારતક મહિનામાં દરરોજ તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવો શુભ અને મંગળકારી હોય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ગુજરાત બીટ આની પૃષ્ટિ નથી કરતું.)