પર્સ સાથે જોડાયેલા આ આઠ વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી બની જશો અમીર

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા પર્સ ને યોગ્ય રીતે રાખવામાં આવે તો તમારું પર્સ તમને ધનવાન બનાવી શકે છે. જે લોકો વ્યર્થ ખર્ચાઓ થવાથી પરેશાન રહેતા હોય છે અથવા જેઓ વધુ પૈસા કમાવવા માંગે છે, તેઓ ફક્ત પર્સ સંબંધિત વાસ્તુના નિયમોનું પાલન કરવાનું શરૂ કરશે તો પણ તેમનું ભાગ્ય બદલાઈ જશે અને તેમનું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહેશે.

પર્સ સંબંધિત વાસ્તુના નિયમો – પર્સને ખિસ્સામાં આ રીતે રાખો: વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સને ખિસ્સાની જમણી બાજુએ રાખવું લકી માનવામાં આવતું નથી. તેથી, તેને તમારે હંમેશા તમારા પેન્ટની ડાબી બાજુના ખિસ્સામાં રાખવું જોઈએ. આ ઉપરાંત પર્સ સિવાય બીજું કંઈપણ ખિસ્સામાં રાખવું જોઈએ નહિ.

પર્સમાં આ વસ્તુ ન રાખો: ઘણા લોકો પર્સમાં પૈસા રાખવા ઉપરાંત અન્ય વસ્તુઓ પણ રાખે છે. જે તેમના માટે અશુભ સાબિત થઈ શકે છે. કહેવાય છે કે પર્સમાં ચાવી, સિગારેટ અને લોખંડની વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ. પર્સમાં આ વસ્તુઓ રાખવાને કારણે ધન લાંબા સમય સુધી પર્સમાં નથી ટકતું નથી.

આ રીતે પૈસા રાખો: ધનને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તમારે તમારા પર્સમાં પૈસા યોગ્ય રીતે રાખવા જોઈએ અને તેને ક્યારેય વાળીને રાખવા જોઈએ નહિ. તમે તમારા પર્સમાં પૈસા વ્યવસ્થિત રીતે રાખશો તેટલા વધુ પૈસા તમને મળશે અને તમારું પર્સ ધનથી ભરેલું રહેશે.

પર્સમાં બિલ કે રસીદ રાખવા જોઈએ નહિ: પૈસાની સાથે પર્સમાં કોઈપણ પ્રકારની રસીદ કે બીલ રાખવું યોગ્ય ગણવામાં આવતું નથી અને આમ કરવાથી જીવનમાં અનેક વિવાદોનો સામનો કરવો પડે છે. જો તમે પણ રસીદ કે બિલ જેવા કાગળો તમારા પર્સમાં રાખો છો તો તરત જ રાખવાનું બંધ કરી દો.

ઓશિકા નીચે પર્સ રાખવું જોઈએ નહિ: ઘણીવાર ઘણા લોકો રાત્રે સૂતી વખતે પોતાનું પર્સ તેમના પલંગ અથવા સૂવાની જગ્યાએ રાખે છે. જે બિલકુલ ખોટું ગણવામાં આવે છે. વાસ્તુના નિયમો અનુસાર, તમારે રાત્રે સૂતી વખતે હંમેશા તમારું પર્સ તમારાથી દૂર રાખવું જોઈએ અને જો શક્ય હોય તો તેને તિજોરીમાં રાખીને સુવું જોઈએ.

ફાટેલા પર્સનો ઉપયોગ કરશો નહીં: ફાટેલા પર્સનો ઉપયોગ બિલકુલ કરવો જોઈએ નહી. ફાટેલા કે ઘસાયેલા પર્સમાં પૈસા રાખવાથી લક્ષ્મી મા રિસાઈ જાય છે અને તમારા જીવનમાં દરિદ્રતા આવે છે. હંમેશા સ્વચ્છ પર્સનો ઉપયોગ કરવો જોઈએ.

શૌચાલયમાં પર્સ લઈ જશો નહીં: ઘણા લોકો ટોયલેટ જતી વખતે પોતાનું પર્સ પોતાની સાથે લઈ જાય છે. જેને વાસ્તુશાસ્ત્રમાં ખોટું માનવામાં આવે છે. શૌચાલયમાં પર્સ લઈ જવાથી પૈસાની ખોટ થઈ શકે છે અને તમારે અનેક પ્રકારના ખર્ચનો સામનો કરવો પડે છે.

પર્સમાં એલચી રાખવી જોઈએ: તમારા પર્સમાં એલચી રાખવાથી તમને ધનની પ્રાપ્તિ થાય છે અને તમારું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહે છે. આ સિવાય પૂર્ણિમાના દિવસે લાલ રેશમી કપડામાં 21 અખંડ ચોખાના દાણા બાંધીને આ કપડાને પર્સમાં રાખવાથી બિનજરૂરી ખર્ચથી બચી શકાય છે.