વક્રી મંગળ બનાવી રહ્યા છે વિપરીત રાજયોગ! ચાર રાશિના લોકો થશે માલામાલ, ખુલશે કિસ્મત

RELIGIOUS

હાલમાં મંગળ મિથુન રાશિમાં વક્રી છે. મંગળ ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ થી વક્રી છે. ગ્રહોના અધિપતિ મંગળની વિપરિત ગતિથી વિપરીત રાજયોગ સર્જાઈ રહ્યો છે. આ યોગની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ ચાર રાશિ એવી છે, જેમને આ રાજયોગ ખૂબ જ શુભ ફળ આપશે.

વક્રી મંગળના કારણે બનેલો વિપરીત રાજયોગ ચાર રાશિના લોકોને લાભ કરાવશે. આ સાથે, તેઓ તેમની કારકિર્દીમાં પ્રગતિ કરશે. આ સમય તેમના વિવાહિત જીવન માટે સારો રહેશે.

વૃષભ: મંગળની વિપરીત ગતિ કારકિર્દીમાં મોટો લાભ આપશે. કરિયરમાં સકારાત્મક પરિવર્તન આવશે. નવી નોકરી મળી શકે છે. પ્રમોશન થઈ શકે છે. આવકમાં નવો વિકલ્પ મળશે. આવકના નવા વિકલ્પો ઉપલબ્ધ થશે. તમને દેવાથી રાહત મળશે. અટકેલા પૈસા મળી જશે.

કન્યાઃ કન્યા રાશિના જાતકો માટે મંગળની ઉલટી ચાલ નોકરી- ધંધામાં સફળતા અપાવશે. નવી નોકરીની ઓફર આવી શકે છે. પ્રમોશન થશે. મહેનત પૂર્ણ ફળ આપશે.

સિંહ: વક્રી મંગળ સિંહ રાશિના લોકોની આવકમાં વધારો કરશે. ખર્ચ ઓછો થશે. બચત અને રોકાણ કરવામાં તમે સફળ રહેશો. જેઓ નોકરી શોધી રહ્યા હતા, તેમની શોધ પૂરી થઈ જશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ: મંગળના વક્રી થવાના કારણે કુંભ રાશિના લોકોમાં ઉર્જા અને ઉત્સાહ વધશે. નોકરી- ધંધામાં લાભ થશે. સંપર્ક મજબૂત બનશે. માન- સન્માન વધશે. તમને ધન લાભ થશે. તમને પરેશાનીઓમાંથી રાહત મળી શકે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *