આર્થિક તંગી દુર કરવા માટે વાસ્તુ અનુસાર કરો આ ચાર ઉપાય, માં લક્ષ્મીની રહેશે વિશેષ કૃપા

વાસ્તુનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન હોય છે. જો આપણું ઘર કે કાર્યસ્થળ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનેલુ ના હોય તો આપણા જીવનમાં વિખવાદ થાય છે. સાથે જ ગરીબિ પણ રહે છે અને જે ઘરમાં દરિદ્રતા રહે છે, ત્યાંથી મા લક્ષ્મી વાસ કરતા નથી. બીજી તરફ જો ઘર વાસ્તુશાસ્ત્ર દ્વારા બનાવવામાં આવ્યું હોય તો તે ઘરમાં હંમેશા બરકત રહે છે. ઉપરાંત, ત્યાં હંમેશા ધનના દેવતા કુબેરનો વાસ રહે છે.

એવામાં વાસ્તુશાસ્ત્રમાં કેટલાક આવા નાના ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેના દ્વારા ઘરની આર્થિક સ્થિતિ સુધારી શકાય છે. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોનું કહેવું છે કે આ ઉપાયોની મદદથી આર્થિક સંકટને ખૂબ જ જલ્દીથી દૂર કરી શકાય છે. કહેવાય છે કે આ ઉપાયોથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે, તેથી આ વાસ્તુના ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આવો જાણીએ કયા છે આ ઉપાયો…

ઘણા લોકોના ઘરમાં ફળો અને ખાદ્યપદાર્થો આ રીતે સડતા રહે છે. કહેવાય છે કે આવી સ્થિતિને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચય થાય છે અને ધનનું આગમન બંધ થઈ જાય છે. તેથી તમારા ઘરમાં જે પણ સડેલી ખાદ્ય સામગ્રી છે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરો અને પછીથી દર વખતે ફક્ત તે જ વસ્તુઓ લાવો જે તરત ખાવાના ઉપયોગમાં લેવાની હોય.

પૂર્વ બાજુની દિવાલ પર પીળો રંગ હોવો જોઈએ: વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશાની દીવાલ પર પીળો રંગ હોવો જોઈએ. એવું કહેવાય છે કે આ દિશામાંથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને દીવાલ પર કરેલો પીળો રંગ વધુ શુભ બને છે અને ઘરમાં ધન આગમનના યોગ લાવી શકે છે. તેથી, ધન પ્રાપ્તિ માટે આ ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે.

દરવાજા પર લાલ દોરો મૂકો: એવું માનવામાં આવે છે કે દરવાજા પર લાલ દોરી લગાવવી એ ખૂબ જ શુભ અને સરળ ઉપાય છે. આ સરળ ઉપાય કરવાથી ઘરમાં ધનનો વરસાદ થઈ શકે છે. દરવાજાની જમણી બાજુએ લાલ દોરી બાંધવી જોઈએ.

ધન આગમન માટેની નાની તકોને અવગણશો નહીં: એવું માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં ધન આવવાની શરૂઆત થાય છે, ત્યારે ધીમે-ધીમે પૈસા ઘરમાં પ્રવેશતા જાય છે. કહેવાય છે કે જે લોકો ઓછા પૈસા જોઈને નિરાશ થાય છે, તેમને અપાર સંપત્તિ મળતી નથી. તેથી ઓછા પૈસાને પણ ખુશીથી સ્વીકારતા શીખો. નિષ્ણાતો કહે છે કે આના કારણે ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે અને ઘરમાં ધનપ્રાપ્તિના યોગ પણ બને છે.