બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન વર્ષ 2021ના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક રહ્યા છે. રાજસ્થાનના ‘સિક્સ સેન્સ ફોર્ટ બરવારા’ ખાતે 9 ડિસેમ્બરે લગ્ન કર્યા બાદ આ કપલ પતિ-પત્ની બની ગયું છે પરંતુ બંનેના રોયલ વેડિંગ ટ્રેન્ડમાં નંબર ૧ બરફની જેમ જામી ગયા છે.
જો અહેવાલોનું માનીએ તો, બી-ટાઉન કોરિડોરમાંથી શ્રીમાન અને શ્રીમતી કૌશલને ભેટ મોકલનારા લોકોની લાઇન લાગી છે. ૧. શાહરૂખ ખાન: બોલિવૂડના ‘કિંગ ખાન’ એસઆરકેએ નવપરિણીત યુગલને એક મોંઘી પેઇન્ટિંગ ભેટમાં આપી છે. તેની કિંમત લગભગ 1.5 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
૨. સલમાન ખાન: બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને તેની એક્સ ગર્લફ્રેન્ડના લગ્નની ભેટ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે. ભાઈજાને કપલને લક્ઝુરિયસ રેન્જ રોવર કાર ગિફ્ટ કરી છે. તેની કિંમત 3 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
૩. રણબીર કપૂર: કેટરિનાના એક્સ બોયફ્રેન્ડની યાદીમાં સામેલ રણબીરે પણ અભિનેત્રીને તેના લગ્ન પર એક અમૂલ્ય ભેટ આપી છે. તેણે કૅટને 2.7 કરોડ રૂપિયાનો હીરાનો હાર ભેટમાં મોકલ્યો છે.
૪.આલિયા ભટ્ટ: હાલમાં, બોલિવૂડની નંબર વન અભિનેત્રી આલિયા ભટ્ટે તેના મિત્ર કેટરિના અને વિકીને લાખો રૂપિયાની કિંમતની પરફ્યુમ બાસ્કેટ ભેટમાં આપી છે.
૫. તાપસી પન્નુ: વિકી કૌશલની મિત્ર અભિનેત્રી તાપસી પન્નુએ વિકી માટે 1.4 લાખ રૂપિયાનું પ્લેટિનમ બ્રેસલેટ મોકલ્યું છે. ૬. ઋતિક રોશન: બોલિવૂડના ગ્રીક ગોડ ઋતિક રોશને વિકીને લગ્નની ભેટ તરીકે રૂ. 3 લાખની કિંમતની BMW G310 R બાઇક આપી છે.
૭. કેટરિના કૈફ: દુલ્હને તેના પતિને મુંબઈમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું છે. રિપોર્ટ અનુસાર તેની કિંમત 15 કરોડ રૂપિયાની આસપાસ છે. ૮. વિકી કૌશલ: વરરાજા વિકી કૌશલે તેની નવી પરણેલી પત્ની કેટરિનાને 1.3 કરોડ રૂપિયાની સુંદર હીરાની વીંટી ભેટમાં આપી છે. તેમને જેટલી ભેટ મળી છે તેટલા રૂપિયામાં તો આપણે ત્યા તો લગ્ન થઇ જાય છે. .