અઠવાડિક રાશિફળ, આવનારું સપ્તાહ ત્રણ રાશિ માટે ધનના મામલે લાવશે સારા સમાચાર, કમાશે ખુબ જ પૈસા

RELIGIOUS

મેષ: મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. આ અઠવાડિયે તમારા ખર્ચમાં વધારો થશે. જે કામ કરવામાં અવરોધો આવી રહ્યા હતા તે દૂર થશે. યુવાનોએ ખરાબ સંગતથી દૂર રહેવું જોઈએ. વૈવાહિક જીવન માટે આ અઠવાડિયું મિશ્ર સાબિત થશે. વ્યાપારમાં લાભ માટે સખત મહેનત કરવી પડશે. કાર્યક્ષેત્રમાં વિરોધીઓથી સાવચેત રહેવું.

વૃષભ: અઠવાડિયાની શરૂઆતમાં તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અઠવાડિયાના મધ્યમાં વ્યાપારમાં લાભની સ્થિતિ બની શકે છે. કેટલાક સારા સોદા મળી શકે છે. કાર્યસ્થળ પર કર્મચારીઓ અને સહકર્મીઓનો સાથ છોડવાથી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ઓફિસમાં બીજાની ટીકા ના કરો.

મિથુન: યુવાનો માટે આ અઠવાડિયું વિશેષ સાબિત થવાનું છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકોને અચનકથી શુભ સમાચાર મળી શકે છે. વૈવાહિક જીવનમાં પ્રેમ અને રોમાંસ જળવાઈ રહેશે. પડોસી સાથે વાદ- વિવાદ થઇ શકે છે. ધાર્મિક યાત્રા પર પણ જવું પડી શકે છે.

કર્ક: માનસિક તણાવની સ્થિતિ બની શકે છે. ખોટા નિર્ણયો લેવાથી ધન હાનિ થવાની પણ સંભાવના છે. અઠવાડિયાની અંતે પૈસાની બાબતોમાં સાવધાની રાખો. કોઈ મિત્ર કે કોઈ વરિષ્ઠ પદ પર બેઠેલા વ્યક્તિની મદદથી તમે કોઈ મોટા સંકટને ટાળી શકશો. મહિલાઓ માટે યોગ્ય વર શોધવા માટે અત્યારે સંઘર્ષની સ્થિતિ જળવાઈ રહેશે.

સિંહ: આ અઠવાડિયે તમારી તમારા વરિષ્ઠ લોકો સાથે તાલમેલ જળવાશે નહીં. ઓફિસમાં તમે જેમને રીપોર્ટ આપી રહ્યા છો તેમની સાથે અણબનાવ બની શકે છે. પ્રતિસ્પર્ધીઓ સક્રિય રહેશે. માર્કેટમાં તમારી છબીને નુકસાન થઈ શકે છે. ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપો. અઠવાડિયાના અંતે ધનલાભ થઇ શકે છે. કેટલાક નવા લોકો સાથે પણ સંપર્ક થઈ શકે છે.

કન્યા: અઠવાડિયાની શરૂઆતમાં અચાનક પૈસાની અછતને કારણે કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ પૂર્ણ કરવામાં મુશ્કેલી આવી શકે છે. વ્યાપાર વિસ્તાર માટે આ અઠવાડિયે કેટલાક મશીનો ખરીદી શકો છો. વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે. સંતાનો દ્વારા કરવામાં આવેલ કાર્ય પર ગર્વ અનુભવશો. વિદ્યાર્થીઓએ તેમના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સફળતા મેળવવા માટે યોજના બદલવાની જરૂર છે.

તુલા: ૨૩ જાન્યુઆરી ૨૦૨૩ થી શરુ થઇ રહેલ અઠવાડિયું તમારા માટે કેટલીક બાબતોમાં પરેશાની લઈને આવી શકે છે. જો તમે યોગ્ય વર- વધુની શોધમાં છો તો તમારે હજુ થોડા દિવસો રાહ જોવી પડશે. વૈવાહિક જીવનમાં કેટલાક મતભેદો આવી શકે છે. સાસરી પક્ષના લોકો સાથે વિવાદ ના કરો. વિદ્યાર્થીઓ નવા કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. સમય સારો છે.

વૃશ્ચિક: આ અઠવાડિયે તમારે ખૂબ કાળજી રાખવી પડશે. દુશ્મનો તમને હરાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી શકે છે. સાથે જ તમારી છબીને ખરાબ કરવાનો પ્રયાસ કરી શકો છો. વૈવાહિક જીવનમાં સમસ્યા ઓછી થશે. જીવનસાથીની સલાહ મહત્વપૂર્ણ બાબતોમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષકોનો સહયોગ પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. નવી નોકરી શોધી રહેલા જાતકોએ હજુ થોડા દિવસો ધીરજ જાળવી રાખવી પડશે.

ધન: આ અઠવાડિયે તમારે સ્વાસ્થ્યની બાબતમાં વિશેષ ધ્યાન આપવું પડશે. ૨૩ જાન્યુઆરીથી શરૂ થતા અઠવાડિયામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. જો તમે શુગરથી પીડિત છો તો શુગરના લેવલનું ધ્યાન રાખો. ઘરમાં પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાની તક મળશે. યોગ્ય વર- વધુની શોધ પૂર્ણ થઈ શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. યોગ અને વ્યાયામ લાભદાયક સાબિત થશે.

મકર: આવતું અઠવાડિયું તમારા માટે કેટલીક સારી તકો લઈને આવી રહ્યું છે. આળસથી દૂર રહેવામાં સફળ રહેશો તો આ અઠવાડિયુ તમારું બેંક બેલેન્સ વધારી શકે છે. આ અઠવાડિયે તમે કેટલીક નવી વસ્તુઓ ખરીદી શકશો. મિલકત અને વાહન ખરીદવાની યોજના પૂર્ણ થઈ શકે છે. દપંત્ય જીવપમાં પ્રેમ અને રોમાન્સ જળવાઈ રહેશે. અઠવાડિયાના અંતે ગુસ્સા પર નિયંત્રણ રાખો નહિંતર તમે વિવાદમાં પડી શકો છો. વિદ્યાર્થીઓએ સમય મેનેજમેન્ટ પર ધ્યાન આપવું પડશે.

કુંભ: આ અઠવાડિયે અજાણ્યા ભયથી પરેશાન રહેશે. આત્મવિશ્વાસ થોડો નબળો પડી શકે છે. જાણકાર અને વરિષ્ઠ લોકોના સહયોગથી તમને કોઈ કાર્ય પૂર્ણ કરવામાં સફળતા મળશે. પૈસાની બાબતમાં મોટો નિર્ણય સમજી- વિચારીને લેવો. નુકસાન થવાની પણ સંભાવના છે. વિદ્યાર્થીઓએ સમય વ્યર્થ ના બગાડો. વ્યાપાર માટે આ અઠવાડિયું મિશ્ર રહેશે.

મીન: મન પ્રસન્ન રહેશે. ઘણા કામોમાંથી ધનલાભ મળવાના યોગ છે. આ અઠવાડિયે તમે તમારા મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં સફળ રહેશો. યાત્રા પણ શક્ય છે. વરિષ્ઠ પદ પર બેઠેલા લોકો તરફથી સારો સહયોગ મળશે. સાસરી પક્ષના લોકોથી મોટો ફાયદો મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે પરિણામ આનંદદાયક સાબિત થશે. વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *