અઠવાડિક રાશિફળ, ૮ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ: આ સપ્તાહે મોટા પરિવર્તન, જાણો તમારું

RELIGIOUS

આ સાપ્તાહિક ભવિષ્યફળ વિશેષમાં તમે તમાંરી રાશિ અનુસાર જાણી શકો છો, આઠ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ સુધીનું સાપ્તાહિક રાશિફળ. આ ભવિષ્યફળમાં જીવનના અલગ અલગ પાસાઓથી જોડાયેલી દરેક મહત્વપૂર્ણ જાણકારિઓ આપવામાં રહી છે. સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે આઠ ઓગસ્ટે પુત્રદા અગિયારસનું વ્રત કરવામાં આવશે. નવ ઓગસ્ટે મંગળ પ્રદોષ અને મંગળા ગૌરી વ્રત કરવામાં આવશે. રક્ષાબંધનનો તહેવાર પણ સપ્તાહની અગિયાર ઓગસ્ટે ઉજવવામાં આવશે.

મેષ: આ સપ્તાહ પારિવારિક અને આર્થીક બંને નજરથી લાભદાયક છે. રોકાણ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. સાથે જ અત્યાર માટે વ્યાપાર યાત્રાથી બચવું. સરકારી કર્મચારીઓને ઓવરટાઈમ કરવું પડી શકે છે. પારિવારિક વાતાવરણ ખુબ જ શાંતિભર્યું રહેશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે પરંતુ થોડીગણી ઉધરસ અથવા તાવ જેવી પરેશાનીનો અનુભવ થઈ શકે છે.

વૃષભ: આ સપ્તાહ આર્થિક દ્રષ્ટીથી આ સમય અનુકૂળ છે અને રોકાણના સારા પરિણામ મળશે. આ સપ્તાહ વ્યાપારથી જોડાયેલ કોઈ પણ જાતનો મહત્વપૂર્ણ નિર્ણય ના લેવો અન્યથા પરેશાની થાય શકે છે. વિદ્યાથીઓને કરીયારથી જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધમાં સમય સુખદ રહેશે. આ સપ્તાહ સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.

મિથુન: આ સપ્તાહ તમારા માટે જીવનથી જોડાયેલી દરેક રીતની સમસ્યાઓનું નિરાકરણ કરવા વાળું સાબિત થશે. નોકરી કરતા જાતકોને સપ્તાહની શરુઆતમાં કોઈ મોટો અવસર પ્રાપ્ત થઈ શકે છે. ભાગીદારીથી જોડાયેલ વ્યાપારમાં કોઈ નવી યોજનાઓ પણ બનશે. આ સપ્તાહ વ્યાપાર યાત્રાથી બચવાની સુચના આપવામાં આવે છે. વિવાહિત જીવન સુખમય બનેલું રહેશે.

કર્ક: આ સપ્તાહ તમારી આર્થિક સંપત્તિમાં વૃદ્ધી થઈ શકે છે. છાત્રોની શિક્ષાથી જોડાયેલી કોઈ સમસ્યાનું સમાધાન થશે. વ્યાપારમાં કોઈ મોટો સૌદો પણ મળી શકે છે. વિદેશથી જોડાયેલા વ્યાપાર કરતા જાતકોને મનગમતો લાભ મળશે. વિવાહિત જીવન સુખમય બનેલું રહેશે.

સિંહ: આ સપ્તાહ કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને શુભ સમાચાર મળી શકે છે. વ્યાપારની દ્રષ્ટિથી આ સપ્તાહ સારો રહેવાનો છે.  નોકરી કરતા જાતકોની આવકમાં વધારે સ્ત્રોત બનશે. પ્રેમસાથી સાથે આ સપ્તાહમાં સારી બોન્ડીંગ જોવા મળશે. વિવાહિત જીવન ખુશાલ રહેશે પરંતુ જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

કન્યા: કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ મિશ્ર સાબિત થવાનો છે. આ સપ્તાહ તમારે તમારા કાર્યક્ષેત્રમાં વિરીધીઓથી ખુબ જ સાવધાન રેહવાની આવશ્યકતા છે. ધર્મ- કર્મ અને સમાજ સેવાથી જોડાયેલા કામમાં વ્યસ્તતા બની રહેશે. સામાજિક માન- સન્માન  પણ મળશે. આર્થિક ધન વૃદ્ધીના શુભ યોગ બની રહ્યા છે પરંતુ કોઈ રોકાણને લઈને મન ચિંતિત રહેશે. પ્રેમસાથી સાથે પ્રેમ અને ગોઠવણ બની રહેશે. વિવાહિત જીવન સુખમય બનેલું રહેશે.

તુલા: આ સપ્તાહ પ્રેમ સંબંધોમાં નવી શરૂઆતથી મન પ્રફુલ્લિત થશે. વ્યાપારિક યાત્રાથી સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. કોઈની સાથે કોઈ સૌદો અથવા લેણદેણ કરતા સમયે ખુબ સાવધાની રાખવી, તમારી સાથે વિશ્વાસઘાત થવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં કરેલી મહેનત ભવિષ્યમાં શુભ સમાચાર આપશે. સપ્તાહના મધ્યમાં તમારે કરિયર અથવા ધંધાના વિષયે લાંબી અથવા દૂરની યાત્રા કરવી પડી શકે છે. પ્રેમસંબંધમાં જન્મેલી ગલતફેમીઓ પ્રેમસાથી અને તમારી વચ્ચેની દૂરી વધારવાનું કારણ બની શકે છે.

વૃશ્ચિક: આ સપ્તાહ તમારા માટે ઘણી બધી ખુશીઓ લઈને આવશે. સપ્તાહની શરૂઆતમાં તમને કોઈ મોટી ઉપલબ્ધી પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી તમારું સમાજમાં માન- સન્માન વધશે. તમારી આર્થિક સ્થિતિ સારી બની રહેશે અને રોકાણના શુભ પરિણામ મળશે. આ સપ્તાહ વ્યાપારિક યાત્રાથી વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે. પ્રેમસંબંધ વધારે મજબૂત થશે, પ્રેમસાથી સાથે સમય પ્રસાર કરવાની તક પ્રાપ્ત થશે. કોઈ જુના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.

ધન: આ સપ્તાહ તમારે તમારા સ્વાસ્થ્ય અને સંબંધ બંને ઉપર ખુબ વધારે ધ્યાન આપવાની જરૂર છે. મિલકતથી જોડાયેલ કોઈ રોકાયેલું કામ તમારા હકમાં થઈ શકે છે. વ્યાપારની દ્રષ્ટિથી સમય સારો રહેશે પરંતુ ખુબ જ સાવધાન રહેવાની જરૂરત છે. હરીફ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છાત્રોને તેમની મહેનતનું પૂરું ફળ પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધમાં કોઈ પણ પ્રકારની બહારી દખલગીરી મુશ્કેલીઓ લાવી શકે છે.

મકર: આ સપ્તાહ નોકરી કરતા જાતકોને કાર્યસ્થળ ઉપર કામનું દબાણ વધી શકે છે. આ સપ્તાહ કારોબારમાં તમને જબરજસ્ત ફાયદો થવાની સંભાવના છે. ભાગ્યનો સાથ મળી શકે છે. સપ્તાહના મધ્યમાં કોઈ તીર્થ સ્થાનની યાત્રા સંભવ છે. આ સપ્તાહ થોડા ખર્ચા વધી શકે છે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. પતિ પત્નીના સંબંધ મધુર રહેશે. ઉધરસ, તાવ જેવી બીમારી થઈ શકે છે.

કુંભ: આ સપ્તાહ મિલકતની ખરીદ વેચાણ સંબંધી કોઈ કામ ચાલી રહ્યું છે તો તેમાં ઉચિત સફળતા મળવાની સંભાવના છે. વ્યાપારમાં કરેલું કોઈ નવું રોકાણ સારું પરિણામ આપશે. કાર્યક્ષેત્રમાં ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેરવાની જરૂર પડશે કારણ કે તેઓ તમારી છબીને બગાડવાની કોશિશ કરી શકે છે. પતિ પત્ની વચ્ચે કોઈ નોકઝોક થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

મીન: કાર્યક્ષેત્રમાં ઉન્નતી થશે અને માન- સન્માનમાં વૃદ્ધિ થશે. આ સપ્તાહ તમે પરિવાર સાથે કોઈ સારી જગ્યાએ યાત્રા કરવાનું વિચારી શકો છો. વ્યાપારમાં આ સપ્તાહ નવા સૌદા મળી શકે છે. આ સપ્તાહ ઉધાર આપેલું ધન પાછું મળી શકે છે. પારિવારિક જીવન ઠીક રહેશે. થાઈરોઈડ અને લોહીના દબાણથી પ્રભાવિત વ્યક્તિઓને પોતાના સ્વાસ્થ્ય ઉપર વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *