મૃત્યુ વખતે કેવું લાગે છે, કેવા લોકોને થાય છે ભયાનક અનુભવ? આપવામાં આવ્યું છે આ કારણ

મૃત્યુથી ડરવું સ્વાભાવિક છે, પરંતુ દરેક વ્યક્તિ મૃત્યુને લગતા અનુભવો વિશે જાણવા માંગતો હોય છે. મહાપુરાણ ગણાતા ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મરતી વખતે વ્યક્તિને કેવું લાગે છે. તે સમયે વ્યક્તિ શું વિચારે છે અને તે કેવી શારીરિક પીડામાંથી પસાર થાય છે. આમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જેમની કર્મ સારા હોય છે, તેઓ મૃત્યુ વખતે અને મૃત્યુ પછી દુઃખ સહન કરતા નથી. તેઓ સરળ મૃત્યુના ભાગીદાર બને છે. તો બીજીતરફ વ્યક્તિની કેટલીક કર્મો હોય છે, જે તેને મૃત્યુ સમયે ઘણી મુશ્કેલી આપે છે.

આ કારણોસર, મૃત્યુ સમયે થાય છે કષ્ટ: ગરુડ પુરાણ અનુસાર કેટલાક કર્મો એવા હોય છે જેના કારણે વ્યક્તિને મૃત્યુ સમયે ઘણું કષ્ટ ભોગવવું પડે છે. જેમ કે – મહિલાઓનું અપમાન કરનારા લોકો, જે લોકો બીજાના પૈસા લે છે, જે લોકો છેતરપિંડી કરે છે અને જૂઠું બોલે છે, જે લોકો ગરીબ અને નિસહાય લોકોને પરેશાન કરે છે.

મૃત્યુ સમયે આ લોકો ઘણું કષ્ટ સહન કરે છે. વળી, મૃત્યુ પછી પણ તેમના આત્માની યાત્રા ખૂબ જ મુશ્કેલ હોય છે. તેથી આવા કર્મોથી દૂર રહેવું વધુ સારું છે. ત્યાં સુધી કે ખરાબ નિયત અને છેતરપિંડીથી કમાયેલા પૈસા પણ તે પાપી વ્યક્તિને જ નહીં, પણ તેના બાળકોને પણ નુકસાન પહોંચાડે છે.

આવો અનુભવ મરતી વખતે થાય છે: ખરાબ કર્મો કરનારાઓનો અવાજ તેમના મૃત્યુ પહેલા જતો રહે છે. તેને યમદુતોથી ખૂબ ડર લાગે છે. તેઓને તેમની આસપાસ ઉભેલા સંબંધીઓ દેખાતા પણ બંધ થઇ જાય છે. તેઓ સૂર્યના તેજસ્વી પ્રકાશમાં પણ કંઈ જોઈ શકતા નથી. તેમના માટે ખાવાનું તો દુર પાણીના કેટલાક ટીપા પીવા પણ મુશ્કેલ બની જાય છે. જીવનમાં કરેલા તમામ કાર્યો એક પછી એક તેની નજર સામે આવવા લાગે છે.