વર્ષ ૨૦૨૨ ના અંત સુધી આ રાશિઓ પર મહેરબાન રહેશે સૂર્યદેવ, જુઓ શું તમે પણ છો લિસ્ટમાં

જ્યોતિષમાં સૂર્ય દેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્યને આત્મા, પિતા, સન્માન, સફળતા, પ્રગતિ અને સરકારી અને બિન- સરકારી ક્ષેત્રમાં ઉચ્ચ સેવાનો કારક ગ્રહ માનવામાં આવે છે. સૂર્ય દેવને તમામ ગ્રહોના રાજા કહેવામાં આવે છે. વર્ષ ૨૦૨૨ ના અંત સુધીમાં સૂર્ય ભગવાન કેટલીક રાશિઓ પર વિશેષ કૃપા કરશે. ચાલો જાણીએ કે કઈ રાશિ માટે ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધી ખૂબ જ શુભ રહેશે.

સિંહ: કામ પ્રત્યે ઉત્સાહ રહેશે, પરંતુ વાતચીતમાં સંતુલિત રહો. ધાર્મિક કાર્યો તરફ રસ વધશે. માતાનો સહયોગ મળશે. માતા તરફથી પૈસા મળવાની શક્યતાઓ બની શકે છે, કોઈ મિત્રનું આગમન થઈ શકે છે. બૌદ્ધિક કાર્યથી કમાણી થશે, નોકરીમાં પરિવર્તનની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા થઈ શકે છે.

કન્યા: વેપારના વિસ્તરણની યોજના સાકાર થશે. ભાઈઓ નો સહયોગ મળશે પણ પરિશ્રમ વધારે રહેશે. પરિવારમાં શુભ કાર્ય થશે. કપડાંની ભેટ પણ મળી શકે છે. નોકરીમાં બદલાવના કારણે તમારે બીજી જગ્યાએ જવું પડી શકે છે. આયાત-નિકાસના વ્યવસાયમાં લાભની તકો મળશે. માતાનો સંગ મળશે, વાહન સુખમાં વધારો થઈ શકે છે. નૌકીરમાં અધિકારીઓનો સહયોગ મળશે.

વૃશ્ચિક: તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, પરંતુ આત્મસંયમ રાખો. ઘર- પરિવારની સુખ- સુવિધાઓનો વિસ્તાર થશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન શક્ય છે, ઘણી મહેનત કરવી પડશે. તમને માતાનો સાથ- સહકાર અને સાનિધ્ય મળશે. લાભમાં વૃદ્ધિ થવાની શક્યતાઓ છે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે.

મીન: આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે, અભ્યાસમાં રસ રહેશે. નોકરીમાં પરિવર્તનની શક્યતાઓ રહેલી છે, કોઈ અન્ય સ્થાન પર જવું પડી શકે છે. ભાઈઓના સહયોગથી, પરંતુ ઘણી મહેનત કરવી પડશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર થશે. વિવાહિત જીવનમાં સુખનો અનુભવ કરશો.

(ડિસ્ક્લેમર: અમે એવો દાવો નથી કરતા કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. વિગતવાર અને વધુ માહિતી માટે, કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.)