નવું વર્ષ ૨૦૨૩ માં હવે એક અઠવાડિયા જેટલો જ સમય રહ્યો છે. દરેક વ્યક્તિ તેમની રીતે નવા વર્ષની ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત છે. કોઈ નવા વર્ષે પરિવાર સાથે ફરવા જવાની યોજના બનાવી રહ્યા છે તો કોઈ વર્ષના પ્રથમ દિવસે મંદિરમાં દર્શન કરવા જવાની યોજના બનાવી રહ્યા છે. વાસ્તુશાસ્ત્રની વાત કરીએ તો વર્ષના પ્રથમ દિવસે તમારી રાશિ અનુસાર શુભ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ.
તેમ કરવાથી માં લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મળે છે અને પરિવારમાં ધન- સંપત્તિ અને સારા સ્વાસ્થ્યનો પ્રવાહ વધે છે. ચાલો જાણીએ કે વર્ષના પ્રથમ દિવસે કઈ રાશિ માટે કયા રંગના વસ્તેઓ વધુ લાભદાયક રહેશે.
મેષ: આ રાશિના જાતકો માટે જ્યોતિષ શાસ્ત્રમાં લાલ રંગ શુભ માનવામાં આવે છે. તેથી તેમને વર્ષના પ્રથમ દિવસે લાલ રંગના કપડા પહેરવા જોઈએ. તેની સાથે જ એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે ભૂલથી પણ તે દિવસે કાળા રંગના કપડા પહેરવાની ભૂલ ના કરો અન્યથા પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
વૃષભ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકો માટે સફેદ, ગુલાબી અને ક્રીમ રંગના કપડા પહેરવા શુભ સાબિત થશે. સાથે જ તમારે પ્રથમ દિવસે લાલ રંગના કપડા પહેરવાનું ટાળવું જોઈએ.
મિથુન: શાસ્ત્રોમાં આ રાશિના જાતકો માટે લીલો રંગ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કહેવાય છે કે લીલા રંગના કપડા પહેરવાથી તેમનામાં રચનાત્મક અને સક્રિયતા વધે છે. તેથી જો તેઓ પ્રથમ દિવસે લીલા રંગના કપડા પહેરે તો તેમનું ભાગ્ય વધુ મજબૂત થાય છે.
કર્ક: આ રાશિના જાતકોએ નવા વર્ષના પ્રથમ દિવસે લીલા અને પીળા રંગના કપડા પહેરે તો તેમને કાર્યોમાં સફળતા મળવાની શરુ થઇ જશે. તમારા વર્ષના પ્રથમ દિવસે ભૂલથી પણ કાળા રંગના કપડા ના પહેરવા જોઈએ. તે તમારા માટે અશુભ માનવામાં આવે છે.
સિંહ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકો માટે લાલ અને કેસરી રંગના કપડા લાભદાયક માનવામાં આવે છે. તેઓ વર્ષના પ્રથમ દિવસે સફેદ રંગના કપડા પણ પહેરી શકે છે. કન્યા: આ રાશિના જાતકોએ નવા વર્ષમાં વાદળી રગના કપડા પહેરવા શુભ છે. ધ્યાનમાં રાખો કે તે દિવસે લાલ રંગના કપડાં પહેરવાનું ટાળો.
તુલા: આ રાશિ માટે વાદળી રંગ શુભ ફળ આપનારો માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે વર્ષના પ્રથમ દિવસે વાદળી રંગ પહેરવાથી સફળતાના દરવાજા ખુલવા લાગે છે. ધ્યાનમાં રાખો કે નવા વર્ષ પર કાળા, સફેદ કે ગુલાબી રંગના કપડાં પહેરવાની ભૂલ ના કરો.
વૃશ્ચિક: આ રાશિના જાતકોએ વર્ષના પહેલા દિવસે મરૂન અથવા લાલ રંગના કપડા પહેરવા જોઈએ. તે બંને રંગ તેમના માટે શુભ માનવામાં આવે છે. આ રંગોના કપડાં પહેરવાથી તેમના બંધ નસીબના દરવાજા ખુલી જાય છે. નવા વર્ષ પર લીલા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.
ધન: જો ધન રાશિના જાતકો નવા વર્ષ પર પીળા, કેસરી કે લાલ રંગના કપડા પહેરે છે તો તે તેમના માટે ખૂબ જ શુભ રહેશે. આ ત્રણેય રંગો તેમને આખા વર્ષ દરમિયાન ખુશીનો સંચાર કરે છે. જો કે ધ્યાનમાં રાખો કે ૧ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ લાલ રંગના કપડાં પહેરશો નહીં.
મકર: શાસ્ત્રો અનુસાર મકર રાશિના જાતકોએ વર્ષના પહેલા દિવસે વાદળી રંગના કપડાં પહેરવા જોઈએ. આ રંગ પહેરવાથી તેમની સફળતાના માર્ગમાં આવતા તમામ અવરોધો આપોઆપ દૂર થઈ જાય છે. નવા વર્ષ પર તેઓએ કાળા રંગના કપડાં ટાળવા જોઈએ.
કુંભ: આ રાશિના જાતકો માટે જાંબલી અને વાદળી જેવા કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે નવા વર્ષ પર આ રંગોના કપડાં પહેરવાથી પરિવારમાં વર્ષભર સુખ- સમૃદ્ધિ આવે છે. નવા વર્ષ પર તેમણે કાળા કપડાં ના પહેરવા જોઈએ.
મીન: શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નવા વર્ષના પહેલા દિવસે મીન રાશિના જાતકોએ પીળા રંગના કપડા પહેરવા જોઈએ. આ રંગ તેમના માટે શ્રેષ્ઠ પરિણામ આપનારો માનવામાં આવે છે. તે દિવસે મીન રાશિના જાતકો માટે સોનેરી અથવા પીળા રંગના વસ્ત્રો પહેરવા માટે પ્રતિબંધિત માનવામાં આવે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)