ભૂલથી પણ ઘરમાં ના રાખો આવા ફર્નિચર, નહીંતર ગૃહ ક્લેશથી બરબાદ થઇ જશે જિંદગી

વાસ્તુ શાસ્ત્રમાં ફર્નિચરનું વિશેષ મહત્વ હોય છે. જો ઘર બનાવતી વખતે વાસ્તુ અનુરૂપ ઘર કે ફર્નિચરના નિર્માણમાં ઘરની અંદરનું ધ્યાન રાખવામાં ના આવે તો તે નકારાત્મક એનર્જીની અસર જીવનને પ્રભાવિત કરે છે. બીજી તરફ જો ઘરનું ફર્નિચર વાસ્તુ અનુસાર હોય તો વ્યક્તિ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરે છે.

ખરેખર ઘરના ફર્નિચરનો સંબંધ ખુશહાલી સાથે પણ હોય છે. આવી સ્થિતિમાં જાણી લો ઘરના ફર્નિચર માટે કેટલીક ખાસ વાસ્તુ ટિપ્સ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ફર્નિચર ખરીદતી વખતે તેની સાઈઝનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેવામાં ફર્નિચરની કિનારીઓ તીક્ષ્ણ ના હોવી જોઈએ. ઘરમાં ગોળાકાર ધારવાળું ફર્નિચર રાખવું શુભ માનવામાં આવે છે.

આમ તો આજકાલ બજારમાં પ્લાસ્ટીક અને લોખંડનું ફર્નિચર માર્કેટમાં સરળતાથી મળી જાય છે પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં લાકડાનું ફર્નિચર રાખવું હંમેશા સારું રહે છે. લોખંડ કે પ્લાસ્ટિકથી બનેલું ફર્નિચર ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જેના કારણે મતભેદ વધવા લાગે છે. આ સાથે પરિવારના સભ્યોએ પણ માનસિક તણાવનો સામનો કરવો પડે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર પીપળા, ચંદન અને વડના લાકડામાંથી બનેલું ફર્નિચર ઘરમાં ના રાખવું જોઈએ. કારણ કે આ વૃક્ષોને પૂજનીય માનવામાં આવે છે. જો કે ઘરમાં ચંદનના લાકડાનું પૂજા મંદિર રાખી શકાય છે. બીજી તરફ લીમડા, સીસમ, સાગ, અર્જુન અને અશોકના લાકડામાંથી બનેલું ફર્નિચર રાખવું શુભ હોય છે.

જો ફર્નિચર ખૂબ ભારે હોય તો તેને ઘરની દક્ષિણ- પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. જોકે હળવા વજનનું ફર્નિચર ઉત્તર- પૂર્વ દિશામાં મૂકી શકાય છે. બીજી તરફ ભારે ફર્નિચર ઉત્તર- પૂર્વ દિશામાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જેના કારણે જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)