આજથી ચમકશે આ ચાર રાશિની કિસ્મત, ગુરુ ઉદય થઈને કરાવશે માલામાલ

જ્યોતિષમાં ગુરુ ગ્રહનું વિશેષ મહત્વ હોય છે. દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, શિક્ષણ, ધર્મ, સંતાન, મોટા ભાઈ વગેરેના કારક ગ્રહ માનવામાં આવે છે. આ સિવાય વિવાહિત જીવનના કારક પણ બૃહસ્પતિ દેવ જ છે. આ ઉપરાંત ગુરુ ૨૭ નક્ષત્રોમાંથી વિશાખા, પુનર્વસુ અને પૂર્વાભાદ્રપદના સ્વામી છે.

ગુરુ ૨૪ ફેબ્રુઆરીના રોજ અસ્ત્ત થયા હતા અને ૨૬ માર્ચે ફરી ઉદય પામશે. ગુરુનો ઉદય સાંજે ૦૬:૩૮ કલાકે થશે. જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાતોના મતે, ગુરુનો ઉદય થતાંની સાથે જ કેટલીક રાશિઓનું ભાગ્ય બદલાઈ જાય છે. ચાલો જાણીએ તે રાશિઓ વિશે.

મેષ: ગુરુના ઉદયથી ધન લાભનો યોગ બનશે. આ સાથે આર્થિક પક્ષ પણ મજબૂત રહેશે. વેપારમાં ધન પ્રાપ્તિના પ્રબળ યોગ છે. પરિવારમાં મોટા ભાઈ અને બહેન તરફથી આર્થિક લાભ મળશે. સાહસમાં વૃદ્ધિ થશે. આ સિવાય લાઈફ પાર્ટનર સાથે ખુશીની પળો વિતાવવાની તક મળશે.

મિથુન: ગુરુનો ઉદય નોકરી અને વ્યવસાય માટે ખૂબ જ શુભ રહેશે. કાર્યસ્થળ પર તમને માન- સન્માન મળશે. વિવાહિત જીવનમાં જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. માનસિક પરેશાનીઓમાંથી મુક્તિ મળશે.

તુલા: ગુરુના ઉદયથી તમને કાર્યમાં સફળતા મળશે. ગુરુ ઉદયના સમગ્ર સમયગાળા દરમિયાન ભાગ્ય તમારો સાથ આપશે. તેની સાથે વિવાહિત જીવનમાં જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. દૈનિક આવકમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે. કાર્યસ્થળ પર તમારા દ્વારા કરવામાં આવેલ કામની પ્રશંસા થશે. પરિવારના સભ્યો સાથે ખુશીના ક્ષણો વિતાવશો.

વૃશ્ચિક: નોકરીમાં પ્રગતિની પ્રબળ તક છે. ગુરુના ઉદય પછી ધનની પ્રાપ્તિ થશે. ઉપરાંત તમને આ સમયગાળા દરમિયાન રોકાણનો લાભ પ્રાપ્ત થશે. વેપાર- ધંધામાં આર્થિક વૃદ્ધિની પૂરેપૂરી શક્યતાઓ રહેશે.

સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. વિવાહિત જીવનમાં પણ ખુશીઓ મળશે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)