ભારતનું એ રહસ્યમ સરોવર, જ્યાં જઈ તો શકાય છે પરંતુ કોઈ પાછું નથી આવી શકતું.. જાણો

એ વાત સો ટકા સાચી છે કે ભૂતપ્રેતની કહાનીઓ અને કિસ્સા માત્ર ફિલ્મોમાં જ મનોરંજક લાગે છે. રિયલ લાઈફમાં જો તમે આવી વસ્તુના શિકાર થાઓ છો તો હનુમાન ચાલીસા સિવાય બીજું કંઈ મગજમાં નથી આવતું. ઉપરથી જે શરીરની દરેક નસ ડરથી થરથર કાંપી ઉઠે છે તે અલગ પરંતુ વિશ્વ તેની રહસ્યમય વાર્તાઓથી આપણને આશ્ચર્યચકિત કરવાનું બંધ નથી કરતું.

ભારત અને મ્યાનમારની સરહદ પર આવેલા ‘લેક ઓફ નો રિટર્ન’ નામના તળાવની પણ આવી જ રહસ્યમય વાર્તા છે. એવું માનવામાં આવે છે કે જે આજ સુધી આ તળાવની નજીક ગયું છે તે ક્યારેય પાછુ નથી આવી શક્યું.

‘લેક ઓફ નો રિટર્ન’ ક્યાં આવેલું છે? આ સરોવર ભારતની સૌથી રહસ્યમય જગ્યાઓમાંથી એક છે. તે અરુણાચલ પ્રદેશની સરહદ પર ચાંગલાંગ જિલ્લામાં આવેલું છે. આ તળાવ એક પ્રવાહ છે જે આંશિક રીતે સરહદ પર આવેલા મ્યાનમારના નાના શહેર પંગસાઉના વિસ્તારમાં આવે છે. આ વિસ્તાર તાંગસા જાતિનું ઘર છે.

તેને ‘લેક ઓફ નો રિટર્ન’ કેમ કહેવાય છે? કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન એરક્રાફ્ટના પાયલોટે આ તળાવને સપાટ જમીન સમજીને અહીં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. પરંતુ તે પછી ઘણા વિમાન અને તેના ચાલક દળના સભ્યો રહસ્યમય રીતે આ તળાવમાં ગાયબ થઈ ગયા હતા. જો કે તેમને શોધવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈનો પત્તો પણ મળી નહોતો શક્યો.

આ તળાવના નામ સાથે જોડાયેલી બીજી એક વાર્તા પણ પ્રચલિત છે. જે મુજબ બીજા વિશ્વયુદ્ધ પછી જાપાની સૈનિકોનું એક જૂથ સ્વદેશ પરત ફરતી વખતે રસ્તો ભટકી જાય છે. તેઓ આ તળાવ પાસે આવીને રોકાય છે. ત્યાં તેઓ મેલેરિયાનો શિકાર બને છે અને ત્યાં હાજર રેતીમાં ડૂબીને ગાયબ થઈ જાય છે.

આ બધી માન્યતાઓ સિવાય ત્યાંના રહેવાસીઓ એક લોકવાર્તામાં માને છે. પેઢીઓથી ચાલી આવતી આ વાર્તા અનુસાર ઘણા સમય પહેલા એક ગ્રામીણે એક અસાધારણ મોટી માછલી પકડી હતી. એક વૃદ્ધ સ્ત્રી અને તેની પૌત્રી સિવાય આખા ગામને માછલી પર મિજબાની માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

તેનાથી નારાજ થઈને તળાવના રખેવાળે વૃદ્ધ મહિલા અને તેની પૌત્રીને ગામમાંથી ભાગી જવાનું કહ્યું અને બીજા દિવસે આખું ગામ તળાવમાં ડૂબી ગયું. આ રહસ્યમય તળાવને જોવા માટે દુનિયાભરમાંથી ઘણા લોકો આવતા રહે છે પણ તળાવની અંદર જવાનું વિચારીને પણ લોકો નાનીને યાદ આવી જાય છે.

જો કે તેની પાછળના રહસ્યને ઉકેલવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ નિષ્ફળતા સિવાય લોકોના હાથમાં કશું આવ્યું નથી. તેની વાર્તા કોઈ ભૂતિયા ફિલ્મના લાઈવ ટેલિકાસ્ટિંગ કરતાં ઓછી નથી લાગી રહી ને!