માસિક અંક રાશિફળ: નવેમ્બર મહિનો આ તારીખોમાં જન્મેલા લોકો માટે છે અતિશય ફાયદાકારક, થશે મોટા લાભ

જ્યોતિષ શાસ્ત્ર જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જણાવે છે. જેમ દરેક નામ પ્રમાણે એક રાશિ હોય છે તેવી જ રીતે દરેક સંખ્યા પ્રમાણે અંકશાસ્ત્રમાં પણ નંબર હોય છે. અંકશાસ્ત્ર અનુસાર તમારા નંબરની ગણતરી કરવા માટે તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંક સુધી ઉમેરો અને પછી જે નંબર આવશે તે તમારો ભાગ્યંક હશે. ઉદાહરણ તરીકે, મહિનાની ૫, ૧૪ અને ૨૩ તારીખે જન્મેલા લોકોનો મૂલાંક ૫ હશે. જાણો નવેમ્બર મહિનો તમારા માટે કેવો રહેશે.

મૂળાંક ૧: આ મહિનાની શરૂવાતમાં વાતાવરણ તમારા માટે અનુકૂળ રહેશે. કાર્યસ્થળ અને વ્યાપારમાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. રોકાણની નવી તકો ઉભી થશે. વ્યાપારમાં લાભની તકો મળશે. મહિનાના મધ્યમાં પ્રેમ સંબંધોમાં તિરાડ આવી શકે છે. મહિનાના અંતમાં સાવધાની રાખવી. નોકરી અને વ્યાપારમાં નુકસાન થઈ શકે છે. ધ્યાનથી કામ કરો. મહિનાના અંતમાં મહત્વપૂર્ણ બાબતોમાં નિર્ણય લેતા પહેલા તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ. મહિનાના અંતમાં પરિવારમાં કોઈના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. માનસિક તણાવ તમને પરેશાન કરી શકે છે.

મૂળાંક ૨: મહિનાની શરૂવાતમાં કાર્યસ્થળ અને વ્યાપારમાં વાતાવરણ તમારા માટે અનુકૂળ રહેશે. સહકર્મીઓનો સહયોગ મળશે. તમે નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો. વ્યાપારમાં અચાનક લાભની તકો મળશે. મહિનાની શરૂવાતમાં પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે. મહિનાના મધ્યમાં મન અશાંત રહી શકે છે. ભવિષ્ય વિશે ચિંતા રહેશે. મહિનાના મધ્યમાં મહત્વપૂર્ણ બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લેવો. મહિનાના અંતમાં પરિવર્તન શક્ય છે. પરિવારમાં કોઈ મહેમાનનું આગમન થઇ શકે છે.

મૂળાંક ૩: મહિનાની શરૂવાતમાં કાર્યસ્થળ અને વ્યાપારમાં વાતાવરણ મિશ્રિત પરિણામ આપશે. મહિનાની શરૂવાતમાં વધુ ખર્ચ થશે. નોકરી અને ધંધામાં સાવધાની રાખો. નવી યોજનાઓ પર કામ શરૂ ના કરવુ. થઈ રહેલા કામમાં અડચણો આવી શકે છે. જોખમી મામલાઓમાં નિર્ણયોને હાલ પૂરતો મુલતવી રાખવો. મહિનાના મધ્યમાં વસ્તુઓ સુધરશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે. વ્યાપારમાં અચાનક લાભની તકો મળશે. મહિનાના અંતમાં તમે બિઝનેસ ટ્રિપ પર જઈ શકો છો.

મૂળાંક ૪: મહિનાની શરૂવાતમાં કાર્યસ્થળ અને વ્યાપારમાં વાતાવરણ તમારા માટે અનુકૂળ રહેશે. સહકર્મીઓની મદદથી મુશ્કેલ કાર્યો પણ થઈ શકે છે. વ્યાપારમાં અચાનક લાભની તકો મળશે. કાર્યસ્થળ પર તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. મહિનાના મધ્યમાં બિનજરૂરી પ્રવૃત્તિઓમાં તમારો સમય બગાડો નહીં. મનમાં વિચલન રહેશે. વ્યાપારમાં નુકસાન થઈ શકે છે. મહિનાના અંતમાં વસ્તુઓ સુધરશે. કાર્યસ્થળ અને ધંધામાં તમારા માટે વાતાવરણ અનુકૂળ રહેશે. પરિવારનો સહયોગ મળશે. વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે.

મૂળાંક ૫: મહિનાની શરૂવાતમાં કાર્યસ્થળ અને વ્યાપારમાં પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ રહેશે. કાર્યસ્થળ અને ધંધામાં તમને નવી જવાબદારીઓ મળી શકે છે. વ્યાપારમાં લાભની તકો મળશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે. સહકર્મીઓની મદદથી મુશ્કેલ કાર્યો પણ થઈ શકે છે. તમે નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો. મહિનાના મધ્યમાં વસ્તુઓ બદલાઈ શકે છે. જોખમી બાબતોમાં નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો. વ્યાપારિક યાત્રા પર જવું પડી શકે છે.

મૂલાંક ૬: મહિનાની શરૂવાતમાં કામ અને ધંધામાં અવરોધો આવી શકે છે. વિરોધીઓ સક્રિય થઈ શકે છે. સાવધન રહેવું. મહિનાની શરૂવાતમાં મહત્વપૂર્ણ બાબતોમાં નિર્ણય લેતા પહેલા તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ. વ્યાપારમાં લાભની તકો મળશે પરંતુ વ્યવસાયિક સ્પર્ધાની સ્થિતિથી દૂર રહો. મહિનાના મધ્યમાં પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ રહેશે. બિઝનેસ ટ્રીપ પર જવાની યોજના બની શકે છે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જવાનો કાર્યક્રમ બની શકે છે.

મૂળાંક ૭: મહિનાની શરૂવાતમાં કાર્યસ્થળ અને વ્યાપારમાં વાતાવરણ તમારા માટે અનુકૂળ રહેશે. તમને સહકર્મીઓનો સહયોગ મળશે. અધિકારીઓનો સહયોગ મળશે. મહિનાની શરૂવાતમાં સ્થિતિ તમારા માટે અનુકૂળ રહેશે. ઉન્નતિની તકો પ્રાપ્ત થશે. સખત મહેનતમાં તમને સફળતા મળશે. નાણાકીય લાભની તકો મળશે. મહિનાના મધ્યમાં વધુ ખર્ચ થશે. પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બની શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત પણ શક્ય છે. મહિનાના અંતમાં વસ્તુઓ બદલાઈ શકે છે. વિરોધીઓ સક્રિય થઈ શકે છે. વિવાદ થઈ શકે છે. ગળાના રોગો તમને પરેશાન કરી શકે છે.

મૂળાંક ૮: મહિનાની શરૂવાતમાં કાર્યસ્થળ અને વ્યાપારમાં વાતાવરણ તમારા માટે અનુકૂળ રહેશે. તમને સહકર્મીઓ અને અધિકારીઓનો સહયોગ મળશે. મહિનાની શરૂવાતમાં તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો. નવા વિચારો આવશે. અઘરા કામ પણ સરળતાથી થઈ શકે છે. મહિનાના મધ્યમાં રોકાણ પર ધ્યાન આપો. અનુભવી વ્યક્તિની સલાહ લીધા પછી જ રોકાણ કરો. મહિનાના મધ્યમાં વ્યાપારમાં નુકસાન થઈ શકે છે. મહિનાના અંતમાં વસ્તુઓ બદલાશે. કાર્યક્ષેત્રમાં નવી ઉર્જા સાથે કામ કરશો. આ મહિને પરિવારનો સહયોગ મળશે. વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે. મહિનાના મધ્યમાં વધુ ખર્ચ થશે. મહિનાના અંતમાં હવામાનમાં ફેરફાર સ્વાસ્થ્યને અસર કરી શકે છે. વાહનનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી.

મૂળાંક ૯: મહિનાની શરૂવાતમાં સંયમ રાખીને આગળ વધો. મહત્વપૂર્ણ બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લો. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો. કોઈના પર આંધળો વિશ્વાસ ના કરો. મહિનાના મધ્યમાં કાર્યસ્થળ અને વ્યાપારમાં પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ રહેશે. તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. નાણાકીય બાબતોમાં ઉતાવળે નિર્ણય ના લેવો. મહિનાના અંતમાં મનમાં ભવિષ્યને લઈને આશંકા રહેશે. માનસિક રીતે પરેશાન થઈ શકો છો. મહિનાના અંતમાં વાહન અને મશીનરીના ઉપયોગમાં સાવધાની રાખો. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)