12 ઓગસ્ટનો દિવસ આકાશમાં ભારે ઉથલપાથલવાળો રહેવાનો છે. આજની રાત્રે 09:04 કલાકે સૂર્યગ્રહણ લાગી રહ્યું છે અને આજના જ દિવસે ગુરુ ગ્રહ ઉદિત થઈ રહ્યા છે. દ્રિક પંચાંગ અનુસાર 15 જુલાઈ, 2026 એ અસ્ત થયેલ ગુરુ 12 ઓગસ્ટની સવારે 05:03 કલાકે જ ઉદિત થઈ ગયા છે. ગુરુ ઉદય કર્ક રાશિમાં થયો છે, જેમાં સૂર્યગ્રહણ પણ લાગી રહ્યું છે. એટલું જ નહીં કર્ક રાશિમાં જ સૂર્ય, ચંદ્ર, બુધ અને ગુરુના મિલનથી ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે.

સાથે જ આજે હરિયાળી અમાવસ્યા પણ છે. એટલે દરેક શુભ- અશુભ સ્થિતિની અસર દરેક રાશિ પર પડશે. પણ પાંચ રાશિ માટે આ યોગ- સંયોગ શુભ સાબિત થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ કઈ કઈ છે.

સૂર્ય ગ્રહણ 12 ઓગસ્ટની રાત 09: 04 ક્લાકથી શરૂ થઈને 13 ઓગસ્ટની સવારે 04: 25 કલાકે ખતમ થઈ જશે પણ આ દિવસે થઈ રહેલ ગુરુ ઉદય અને ચતુર્ગ્રહી યોગ પાંચ રાશિનું ભાગ્યોદય કરી શકે છે.

મેષ રાશિ: આ રાશિના લોકો માટે સૂર્ય ગ્રહણનો દિવસ કરિયર અને આર્થિક બાબતો માટે લકી સાબિત થઈ શકે છે. તમને કરિયરમાં પ્રગતિ મળી શકે છે કે કોઈ નવી તક મળી શકે છે. તો અટકેલા પૈસા પણ આજે મળી શકે છે. કેટલાક લોકોને ઇચ્છિત શહેર કે ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર મળવાની શક્યતાઓ છે.

મિથુન રાશિ: આ રાશિના સ્વામી બુધ ચતુર્ગ્રહી યોગનો હિસ્સો છે. આ સમય એ લોકોને ધન- સંપત્તિમાં વૃદ્ધિ કરાવી શકે છે. કેટલાક લોકો નવી પ્રોપર્ટી ખરીદી શકે છે કે પૈતૃક સંપત્તિથી લાભ મેળવી શકે છે. પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સમય ફેવરેબલ છે. નવા સોર્સથી પૈસા મળવાની પૂરેપૂરી શક્યતા છે. કરિયરમાં સકારાત્મક પરિણામ મળી શકે છે.

સિંહ રાશિ: આ રાશિના સ્વામી સૂર્ય છે અને આજે સૂર્યગ્રહણ લાગી રહ્યું છે. આ ગ્રહણ ખતમ થયા પછી સિંહ રાશિના લોકોને શુભ સ્માચાર મળી શકે છે. રાજકારણ, સામાજિક કે કોઇપણ પ્રકારની લીડરશીપથી જોડાયેલા લોકો માટે સમય પદોન્નતિ અને માન- સમ્માન મેળવવાનો છે. વેપારીઓની મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે.

તુલા રાશિ: આ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ રહી છે. નોકરી કરનારાઓને મનપસંદ કામ કે મનપસંદ પદ મળી શકે છે. તમારા વખાણ થશે, સિનિયર્સને તમારી જોડેથી ઘણી આશાઓ છે જે પૂરી થશે. પ્રોપર્ટીથી ફાયદો થશે. અટકેલા મહત્વના કામ પૂરા થશે.

ધન રાશિ: ધન રાશિના લોકોને સૂર્ય ગ્રહણ અને ચતુર્ગ્રહી યોગ મોટો લાભ આપી શકે છે. તમને ધન લાભ થવાના પ્રબળ યોગ છે. સાથે ધર્મ કર્મ પર તમે ખર્ચો કરી શકો છો. પ્રવાસ પર જવાની યોજના બની શકે છે. પરીક્ષા- ઈન્ટરવ્યુમાં સફળતા મળી શકે છે.

આ કામ કરવાથી મળશે વધારે લાભ: સૂર્ય ગ્રહણ પછી ગરીબોને દાન કરો, દાનમાં ગોળ, ઘઉં, તાંબાના વાસણ, લાલ કપડાં આપો, એનાથી પુણ્ય મળશે અને કુંડળીમાં સૂર્ય મજબૂત થશે. મંત્ર જાપ કરો. આજે હરિયાળી અમાસ છે. એટલે આજે છોડ વાવો.

(ડિસ્ક્લેમર: આ લેખ જ્યોતિષીય માન્યતાઓ અને ગણતરીઓ પર આધારિત છે. ગ્રહ- નક્ષત્રોના પ્રભાવને લઈને અલગ- અલગ જ્યોતિષીય મત રહી શકે છે. એને નિશ્ચિત ભવિષ્યવાણી તરીકે ના લો.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *