માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખાસ દિવસ છે દશેરા, આ ઉપાય વરસાવશે બેશુમાર પૈસા

દુષ્ટતા પર સારાની વિજયનો તહેવાર દશેરા માં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ખાસ છે. ધન પ્રાપ્તિ માટે તે દિવસે કરવામાં આવેલા ઉપાય ખૂબ જ લાભ આપે છે. આ ઉપાય કરવાથી વ્યક્તિને જીવનમાં ખૂબ પ્રગતિ મળે છે. આ વર્ષે બુધવારે એટલે કે ૫ ઓકટોબર ૨૦૨૨, બુધવારના દિવસે દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે.

તે દિવસે રાવણ દહન પણ કરવામાં આવે છે. તે દિવસે માં દુગાજીએ મહિષાસુરનો વધ કર્યો હતો અને ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો તેથી તેને વિજયાદસમી પણ કહેવાય છે. ચાલો જાણીએ દશેરાએ કરવાના ઉપાય

ધન પ્રાપ્તિ માટે દશેરાના દિવસે સાંજના સમયે કોઈપણ મંદિરમાં જઈને માં લક્ષ્મીજીનું ધ્યાન કરતા સમયે સાવરણી દાન કરો. તેનાથી ખૂબ જ ધન અને સમૃદ્ધિ આવે છે.

કાયદાકીય બાબતોમાં સફળતા મેળવવા માટે દશેરાના દિવસે શમીના વૃક્ષ નીચે તેલનો દીવો પ્રગટાવો. તેની સાથે સુંદરકાંડનો પાઠ કરો. તેનાથી દુઃખો દૂર થશે.

નોકરી તેમજ વ્યવસાયમાં આવતા અવરોધોને દૂર કરવા માટે દશેરાના દિવસે ‘ॐ विजयायै नम:’ મંત્રનો જાપ કરો. ત્યાર પછી માં દુગાજીનું પૂજન કરો. પૂજનમાં માતાજીને ૧૦ ફળ અર્પણ કરો. ત્યાર પછી તે ફળોને ગરીબોમાં વહેંચી દો. થોડાક જ સમયમાં અવરોધો દૂર થશે.

દશેરાના દિવસે નીલકંઠ પક્ષીના દર્શન કરુર કરો. તેવું કરવાથી જીવનમાં ખૂબ જ સુખ- સમૃદ્ધિ આવે છે, તેમજ શત્રુઓ પર વિજય મળે છે. નીલકંઠના દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

દશેરાના દિવસે પીળા કપડામાં એક નારિયેળ બાંધીને પછી એક જોડ જનોઈ અને મીઠાઈ સાથે તે નારિયેળ મંદિરમાં દાન કરો. તેનાથી વ્યવસાયમાં થતાં નુકસાન પર લગામ લાગશે અને ફાયદો વધવા લાગશે.