જલ્દી પ્રમોશન અને પ્રગતિ માટે ઓફિસના ટેબલ પર ભૂલથી પણ ના રાખો આ વસ્તુઓ, કરી દેશે બરબાદ

નોકરી અને બિઝનેસમાં પ્રગતી મેળવવા માટે દરેક વ્યક્તિ રાત- દિવસ મહેનત કરે છે પરંતુ તેમને તે મહેનતનું ફળ નથી મળતું. શું તમે જાણો છો તેના પાછળ વાસ્તુદોષના પણ કારણ હોઈ શકે છે. જીવનમા નાની- નાની ભૂલોના કારણે વ્યક્તિને નકારાત્મક ઉર્જાનો સામનો કરવો પડી શકે છે અને વ્યક્તિને ઘણા ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. ઘણી વાર વ્યક્તિનું પ્રમોશાન અટકી જાય છે અથવા કોઈ મોટો સૌદો અટકી જાય છે અને નાણાકીય પરિસ્થિતિ ખરાબ થવા લાગે છે.

વ્યક્તિની નાની- નાની ભૂલો તેના પર ભારે પડવા લાગે છે. કમાવવા છતા પણ વ્યક્તિ દેવાદાર બની જાય છે. તે બરબાદીના પાછળ વાસ્તુના કેટલાક નિયમો હોય છે જેને ઘણી આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ. આવો જાણીએ આ ભૂલો વિશે જેને સુધારવી જરૂરી છે.

ઓફીસના ટેબલ પર ભોજન કરવું: ઘણીવાર લોકો કામના દબાણમાં કેન્ટીન જવાની બદલે પોતાનું ભોજન ટેબલ પર રાખીને કરી લે છે. વાસ્તુ અનુસાર તેમ કરવું ખોટું જણાવવામાં આવ્યું છે. તેનાથી આપણી એકાગ્રતા અને કાર્યશૈલીમાં અડચણો ઉત્પન થવા લાગે છે અને વ્યક્તિ પ્રગતી નથી કરી શકતો.

કાંટાદાર છોડ: પોતાના ટેબલની આજુબાજુનું વાતાવરણ સકારાત્મક અને સુંદર બનાવવા માટે ઘણી લોકો તેની આજુબાજુ કેટલાક છોડ મૂકી દે છે પરંતુ આજુબાજુ કાંટાદાર છોડ રાખવા અશુભ હોય છે. જો કોઈ તેમ કરે છે તેનાથી ઓફીસ સહકર્મીઓ વચ્ચે વિવાદ, તણાવની પરિસ્થિતિ ઉત્પન થાય છે.

થોડા સમય માટે નિંદ્રા: લોકો કામથી થાકીને આરામ કરવા માટે સીટ પર બેસીને ટેબલ પર માથું મુકીને ઊંઘની ઝપકી લઈ છે. વસ્તુમાં તેને પણ ખોટું જણાવવામાં આવ્યું છે. તેની જગ્યાએ તમે બહાર જઈને અથવા ચા- કોફી પીને પણ તમે થાક દૂર કરી શકો છો.

ઓફીસના ડ્રોઅરમાં કાગળ: ઘણી વાર ઓફીસના ટેબલમાં ડ્રોઅરની સુવિધા મળે છે પરંતુ ઘણી વાર લોકો તેમાં કઈ પણ સામાન રાખવાનું શરુ કરી દે છે. વાસ્તુ અનુસાર તેમાં ક્યારેય પણ લાઈટ બીલ, ખાણી- પીણીનું બીલ, ખરીદીનું લીસ્ટ વગેર ના રાખવું જોઈએ. પર્સમાં પણ તેવી વસ્તુ રાખવાથી બચવું જોઈએ.

આ ભૂલોથી રહેવું સાવધાન: ઓફીસ ટેબલને ક્યારેય પણ અવ્ય્વશ્થિત ના રાખવું જોઈએ. ઘણી વાર લોકો કામમાં હોય છે ત્યારે પોતાના ટેબલને અવ્ય્વશ્થિત કરી નાખે છે પરંતુ તે તમારી પ્રગતિમાં અડચણો ઉત્પન કરે છે અને તમારા સારા એવા કરિયરને ચુટકીઓમા નષ્ટ કરી નાખે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)